એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 13th January 2018

‘‘વેસ્‍ટ વર્જીનીઆ ઓફ ધ ઇયર'': ઇન્‍ડિયન અમેરિકન ડો. રાહુલ ગુપ્‍તાને ૨૦૧૭ની સાલનો એવોર્ડઃ ઓવરડોઝથી થતા મૃત્‍યુદર અટકાવવા માટે ડીસીસ્‍ડ કન્‍ટ્રોલ એન્‍ડ પ્રિવેન્‍શન સેન્‍ટરમાં ૨૦ વર્ષની સેવાઓ બદલ કરાયેલી કદર

વર્જીનીઆઃ યુ.એસ.માં વેસ્‍ટ વર્જીનીયાના ડીપાર્ટમેન્‍ટ ઓફ હેલ્‍થ એન્‍ડ હયુમન રિસોર્સીઝ બ્‍યુરો ફોર પબ્‍લીકન હેલ્‍થ સ્‍ટેટ ઓફિસર તથા કમિશ્‍નર ઇન્‍ડિયન અમેરિકન ડો. રાહુલ ગુપ્‍તાને ૨૦૧૭ની સાલના ‘‘વેસ્‍ટ વર્જીનીયા ઓફ ધી ઇયર'' ઘોષિત કરાયા છે.

તેઓ છેલ્લા ૨૦ વર્ષથી ચાર્લ્‍સટોન W.V.માં   ફેમીલી મેડિસન ડોકટર તરીકે સેવાઓ આપી રહ્યા છે તેમજ આ અગાઉ પણ તેમણે કાનાવ્‍હા ચાર્લ્‍સટોન હેલ્‍થ ડીપાર્ટમેન્‍ટમાં હેલ્‍થ ઓફિસર તથા એકઝીકયુટીવ ડીરેકટર તરીકે સેવાઓ આપેલી છે તેમજ જુદી જુદી યુનિવર્સિટીઓમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી ચૂકયા છે. હાલમાં તેઓ વેસ્‍ટ વર્જીનીયાના ડીસીઝ કન્‍ટ્રોલ એન્‍ડ પ્રિવેન્‍શન સેન્‍ટર્સમાં સેવાઓ આપી રહ્યા છે. તેમણે દિલ્‍હી યુનિવર્સિટી કોલેજ ઓફ મેડિકલ સાયન્‍સમાંથી મેડીકલ ડીગ્રી મેળવેલી છે તથા ઓવરડોઝથી થતા મૃત્‍યુદર અટકાવવા બદલ તેમને ઉપરોક્‍ત એવોર્ડથી નવાજાયા આવ્‍યા છે.

(9:20 pm IST)