એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 8th February 2018

‘‘યુ.એસ. ઇન્‍ડિયા સ્‍ટ્રેટજીક એન્‍ડ પાર્ટનરશીપ ફોરમ(USISPF)ના વાઇસ ચેર તરીકે ચૂંટાઇ આવતા શ્રી શાંતનું નારાયણ''

વોશીંગ્‍ટન ડીસી : યુ.એસ. ઇન્‍ડિયા સ્‍ટ્રેટજીક એન્‍ડ પાર્ટનરશીપ ફોરમ(USISPF) ના વાઇસ ચેર તરીકે એડોબના  CEO શ્રી શાંતનું નારાયણ ચૂંટાઇ આવ્‍યા છે.

અમેરિકા તથા ભારત વચ્‍ચે લાંબા ગાળાના વ્‍યુહાત્‍મક તથા વ્‍યાવસાયિક સંબંધોના નિર્માણ માટે રચાયેલા આ નવનિર્મિત ઓર્ગેનાઇઝેશનમાં નિમાયેલા નવા હોદેદારોમાં શ્રી શાંતનું નારાયણ ઉપરાંત શ્રી અજય સિંઘ તથા શ્રી જહોન કેર્ન તથા બોર્ડ મેમ્‍બર તરીકે નિમાયા છે. તથા શ્રી ડેવિડ પિટરીઅસની નિમણુંક એડવાઇઝર તરીકે કરાઇ છે.

ઉપરોકત ત્રણે નવા બોર્ડ મેમ્‍બરને આવકારતા USISPF પ્રેસિડન્‍ટ શ્રી મુકેશ અધીએ આનંદ તથા રોમાંચ અનુભવ્‍યો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. હવે આ બોર્ડમાં ૩૧ મેમ્‍બર થયા છે.

(9:52 pm IST)