એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 8th February 2018

અમેરિકાના કેંટકીમાં શીખ સંચાલિત ગેસ સ્‍ટેશન ઉપર હુમલોઃ તોડફોડ કરી વંશીય ભેદભાવ દર્શાવતા લખાણો તથા ચિહનો કરી હુમલાખોર નાસી છૂટવામાં સફળઃ પોલીસ તપાસ ચાલુ

કેંટકીઃ અમેરિકાના કેંટકીમાં શીખ સજ્જન ગૈરી સિંઘ સંચાલિત ગેસ સ્‍ટેશન ઉપર ગયા સપ્તાહમાં એક બુકાનીધારી વ્‍યક્‍તિએ હુમલો કરી તોડફોડ કરી હતી. તથા વંશીય ભેદભાવ દર્શાવતા શબ્‍દો તથા ચિહનો લંખ્‍યા હતા.

આ ઘટનાથી ગેસ સ્‍ટેશનના માલિકે પોતે ડરી ગયા હોવાનું જણાવ્‍યું હતું. તથા હુમલાખોરે લખેલી અમુક ચિઠ્ઠીઓ પણ મળી આવી હોવાનું જણાવ્‍યુ હતુ જેમા સ્‍ટોર ખાલી કરી જતા રહેવાનું લખ્‍યુ હતું. પોલીસ તપાસ ચાલુ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:17 pm IST)