એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 6th February 2018

૯ વર્ષ બાદ વતનની મુલાકાતે આવેલ ઇન્‍ડો કેનેડીઅન મહિલાની બેગ ચોરાઇ ગઇ : પ્રવાસી ભારતીયોએ વતનમાં આવવું જોઇએ તેવા શ્રી મોદીના આહવાહનને માન આપી ભારત આવેલ સુશ્રી નિતા મહેતા નારાજ

ન્‍યુદિલ્‍હી : ૯ વર્ષ બાદ કેનેડાથી ભારત પ્રવાસે આવેલ ભારતીય મૂળની મહિલા સુશ્રી નિતા મહેતાની બેગ દિલ્‍હીના સદર બજાર ચોક પાસેથી ચોરાઇ જવાનો બનાવ બનવા પામ્‍યો છે.

આ બનાવથી ક્રોધિત થયેલ સુશ્રી નિતાએ જણાવ્‍યું હતું વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ કેનેડાના પ્રવાસ દરમિયાન જણાવ્‍યું હતું કે ભારતમાં બધુ બદલાઇ ગયુ છે. વિદેશમાં વસતા ભારતીયોએ વતનના પ્રવાસે આવવું જોઇએ આથી તેમણે ઘણી ઉમ્‍મીદ સાથે ૯ વર્ષ બાદ ભારતની મુલાકાત લીધી હતી. પરંતુ તેમની બેગ ચોરાઇ જતા ફરિયાદ નોંધાવ્‍યા પછી પણ પોલીસ ડીપાર્ટમેન્‍ટ દ્વારા કંઇ કાર્યવાહી કરાઇ નથી. એટલું જ નહિં પોલીસએ FIR પણ બરાબર નોંધી નથી.

સુશ્રી નિતાની બેગમાં લેપટોપ, આઇપેડ, પાર્સપોર્ટ તથા નાણાં સહિત કિંમતી વસ્‍તુઓ હતી તેથી તેમણે  ગુસ્‍સો તથા નારાજગી વ્‍યકત કર્યા હતાં. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:29 pm IST)