એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 21st February 2018

અમેરિકામાં ફલોરિડાના ૮મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટમાંથી ઉમેદવારી નોંધાવતા શ્રી સંજય પટેલઃ સોશીઅલ એકટીવિસ્‍ટ તથા ચેન્‍જ મેકર ગણાંતા શ્રી પટેલ ઇમીગ્રન્‍ટસ પોલીસી, તમામ માટે હેલ્‍થ કેર સહિતના પ્રશ્ને ચૂંટણી લડશે

યુ.એસ. હાઉસ ઓફ રીપ્રેઝન્‍ટેટીવમાં ફલોરિડાના ૮મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકમાંથી ઇન્‍ડિયન અમેરિકન શ્રી સંજય પટેલએ ઉમેદવારી નોંધાવી છે.

ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા આતુર શ્રી પટેલ જો પ્રાઇમરી ચૂંટણીમાં વિજેતા થશે તો વર્તમાન કોંગ્રેસમેન રિપબ્‍લીક બિલ પોલીને લડત આપશે. સેટેલાઇટ બિચ ખાતે રહેતા શ્રી પટેલને વેબસાઇટ ઉપરના ચૂંટણી કમ્‍પેનમાં સોશીઅલ એકટીવીસ્‍ટ તથા એન્‍જ મેકર, તરીકે દર્શાવાયા છે. તેઓ તમામ નાગરિકો માટે આર્થિક ન્‍યાયની અપેક્ષા, સ્‍મોલ બિઝનેસને પ્રાધાન્‍ય, ઇમીગ્રન્‍ટસ પોલીસી, હેલ્‍થકેર, સહિતની બાબતો સાથે અમેરિકન ડ્રીમ માટે આગળ વધવાની નેમ રાખે છે. તેઓ તથા તેમના પત્‍ની સુશ્રી સ્‍ટેસી પટેલ ડેમોક્રેટ પાર્ટી સાથે સક્રિય રીતે જોડાયેલા છે. 

 

(9:12 am IST)