‘‘ચાર ધામ હિન્દુ ટેમ્પલ'': અમેરિકાના વુડલેન્ડસ ટેકસાસ મુકામે ૮ થી ૧૧ માર્ચ ૨૦૧૮ દરમિયાન મંદિરના ઉદઘાટનનો ભવ્ય કાર્યક્રમઃ પ્રાણ પ્રતિષ્ઠા મહાકુભ અભિષેક, સાંસ્કૃતિક કાર્યક્રમો, સહિતના આયોજનો
હયુસ્ટનઃ યુ.એસ.માં ૮૦૪૪ કોલેજ પાર્ક ડ્રાઇવ, વુડલેન્ડલ, ટેકસાસ મુકામે ૮ થી ૧૧ માર્ચ ૨૦૧૮ દરમિયાન ‘‘ચાર ધામ હિન્દુ ટેમ્પલ'' ઉદઘાટનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો છે. જે અંતર્ગત પ્રાણ પ્રતિષ્ઠા તથા મહા કુંભભિષેક મહોત્સવનું આયોજન કરાયું છે.
ચાર દિવસિય મહોત્સવ અંતર્ગત ૮ માર્ચના રોજ સાંજે ૬ થી રાત્રિના ૯ વાગ્યા સુધી, ૯ માર્ચના રોજ શુક્રવારે સવારે ૯ થી રાત્રિના ૯ વાગ્યા સુધી, તેમજ ૧૦ માર્ચના રોજ પણ સવારે ૯ થી રાત્રિના ૯ વાગ્યા સુધી, તથા ૧૧ માર્ચના રોજ ૬ થી રાત્રિના ૧૨ વાગ્યા દરમિયાન વિવિધ કાર્યક્રમોના આયોજન કરાયા છે.
સાંસ્કૃતિક પ્રોગ્રામ ૧૦ માર્ચના રોજ સાંજે ૬ થી ૮ વાગ્યા દરમિયાન યોજાશે. પૂજા વિધિ બાદ ફ્રી લન્ચ તથા ડીનર પ્રસાદ અપાશે.
વિશેષ માહિતી માટે મંદિરના મુજબ પૂજારી શ્રી શ્રીકિરણ નારાયણમ, ચાર ધામ હિન્દુ ટેમ્પલ ફોન નં. (૮૩૨) ૨૯૯-૫૧૭૨ દ્વારા અથવા (૮૩૨)૬૬૮-૮૯૯૯ દ્વારા અથવા chardhamhindutemple.org દ્વારા સંપર્ક સાધવો તેવું IAN દ્વારા જાણવા મળે છે.