એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 7th November 2020

ઇન્ડિયન અમેરિકન શ્રી દિનેશ પટેલ' લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ -2020 ' થી સન્માનિત : ઉતાહ ગવર્નરે સાયન્સ તથા ટેક્નોલોજી ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ મેડલ આપી બહુમાન કર્યું

ઉતાહ : બાયો  ટેક્નોલોજી  તથા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે જોડાયેલા ઇન્ડિયન અમેરિકન શ્રી દિનેશ પટેલનું ઉતાહ ગવર્નરે  લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માન કર્યું હતું.જે  અંતર્ગત સાયન્સ તથા ટેક્નોલોજી ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ મેડલ આપી બહુમાન કર્યું હતું.મેડલ સ્વીકારવા માટે શ્રી દિનેશ પટેલ તથા તેમના પત્ની શ્રીમતી કલ્પના પટેલ હાજર રહ્યા હતા.

શ્રી પટેલ ડોનેશન આપવા માટે પણ સુવિખ્યાત છે.તેમણે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પ્રદાન આપવા ઉપરાંત જુદા જુદા ક્ષેત્રે ડોનેશન પણ આપ્યા છે.તેમજ શહેરના સાયન્સ તથા ટેક્નોલોજી ક્ષેત્રે વિકાસમાં તેમનું મોટું યોગદાન છે.

(8:45 pm IST)