એન. આર. આઈ. સમાચાર
News of Friday, 29th December 2017

‘‘ક્રિસમસ હોલીડે ડિનર, ડાન્‍સ એન્‍ડ પાર્ટી'': અમેરિકાના ન્‍યુજર્સીમાં ૧૫ ડિસેં. ના રોજ TVAsia ના ઉપક્રમે કરાયેલી ઉજવણી : ૨૫ વર્ષની સફરમાં સાથ આપનાર તમામ દર્શકો, એડવર્ટાઇઝર્સ, સ્‍ટાફ તથા ચાહકોનો આભાર માનતા ચેરમેન તથા CEO પદમશ્રી શ્રી એચ.આર.શાહ

(દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સી : યુ.એસ.ના ન્‍યુજર્સીમાં TVAsia ના ઉપક્રમે એડિસનમાં આવેલા TVAsia  ઓડીટોરીયમમાં ૧૫ ડિસેં. ના રોજ હોલીડે ક્રિસમસ ડીનર એન્‍ડ ડાન્‍સ પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમાં સ્‍ટાફ, ચાહકો તથા એડવરટાઇઝ આપતા વ્‍યાવસાયિકો જોડાયા હતાં.

આ તકે TVAsia ની ૨૫ વર્ષની સફર દરમિયાન સાથ આપનાર તથા રજત જયંતિ ઉજવણીમાં સામેલ થનાર તમામ આમંત્રિતોનો TVAsia ચેરમેન તથા CEO પદમશ્રી શ્રી એચ.આર. શાહએ આભાર માન્‍યો હતો. તથા ચેનલ દ્વારા આગામી દિવસોમાં થનારા લોકોપયોગી ફેરફારો અંગે માહિતિ આપી હતી.

હોલીડે પાર્ટી માં બોલીવુડ મુવી ડીરેકટર તથા પૂર્વ સ્‍ટાફ મેમ્‍બર શ્રી રાહુલ ધોળકિયા તથા બોલીવુડ એકટર અને કોમેડીયન શ્રી ઓમી વૈધ, યુ.એસ. , કેનેડા તથા ભારત ખાતેના  TVAsia બ્‍યુરો રિપોટર્સ તથા આમંત્રિતો સહિત ૨૦૦ ઉપરાંત ચાહકો હાજર રહયા હતાં. પ્રોગ્રામની હાઇલાઇટસ TVAsia ચેનલ કોમ્‍યુનીટી રાઇન્‍ડઅપમાં જોઇ શકાશે. તેવું શ્રી ગૂંજેશ દેસાઇના ફોટો સૌજન્‍ય સાથે TVAsia ન્‍યુઝ દ્વારા જાણવા મળે છે.

(9:14 pm IST)