એન. આર. આઈ. સમાચાર
News of Sunday, 25th February 2018

શિવ અને શકિતની અદ્ભૂત જોડી છે. બંનેને એકબીજામાં અનુપમ પ્રેમ છે. ગૃહસ્થાશ્રમમાં પતિ-પત્ની વચ્ચે આવો પ્રેમ પૃથ્વી ઉપર જ સ્વર્ગનું નિર્માણ કરે છે : સ્વામી શ્રી માધવપ્રિયદાસજી

શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ, અમેરીકા ખાતે શિવરાત્રીની મહોત્સવની ભવ્ય ઉજવણી

જયોર્જીયા (યુએસએ) તા. ૨૩ હિંદુ સંસ્કૃતિ પ્રવર્તનના કેન્દ્ર સમાન સવાનાહ - જયોર્જીયા ખાતે આવેલ SGVP ગુરુકુલ, સનાતન મંદિર (SGVP - અમદાવાદની શાખા) ખાતે  પૂજય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી શિવરાત્રીના પાવન પર્વે  શિવપૂજન, શિવ સંકીર્તન તથા મહાનિરાજન દ્વારા ભગવાન ભોળાનાથનું આરાધાન કરવામાં આવ્યું હતું.

શિવરાત્રીના પાવન પર્વે સનાવાહ, પુલર, બ્રુન્સવીક, સાઉથ કેરોલાઈના વગેરે વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભકતજનો ઉપસ્થિત રહ્યા હતા અને દૂધ, પુષ્પ, બિલીપત્ર વગેરે વિવિધ સામગ્રી દ્વારા વૈદિક વિધિ પ્રમાણે શિવ પૂજન કર્યું હતું.

આ પ્રસંગે લ્ઞ્સ્ભ્ - અમદાવાદ સંચાલિત દર્શનમ્સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્વત્પુરુષોએ ઓનલાઈન પૂજાવિધી તથા રૂદ્રીપાઠ કરીને સૌને પૂજન તથા મહાભિષેકનો લાભ અપાવ્યો હતો.

પૂજાવિધી સંપન્ન થયા બાદ ઓસ્ટ્રેલિયા સત્સંગ વિચરણ કરી રહેલા સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ ટેલીફોનીક આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, ઙ્કશિવ અને શકિતની અદ્ભૂત જોડી છે. બંનેને એકબીજામાં અનુપમ પ્રેમ છે. ગૃહસ્થાશ્રમમાં પતિ-પત્ની વચ્ચે આવો પ્રેમ પૃથ્વી ઉપર જ સ્વર્ગનું નિર્માણ કરે છે.

ઙ્કશિવજી સ્વયં યોગેશ્વર છે.  કાળના નિયામક દેવ હોવા છતાં નારાયણના ધ્યાનમાં અખંડ મગ્ન રહે છે. શિવ એટલે મંગલ. સૌનું મંગલ કરનારા શિવજી શ્રેષ્ઠ સદ્ગુરુ છે. ઐતિહાસિક કથાઓમાં સદ્ગુરુ તરીકે શિવજી અનેક મુમુક્ષુઓના આધ્યાત્મિક પથદર્શક બન્યા હોય તેવા ઉલ્લેખ થયેલા છે.

ઉપરાંત અમદાવાદ ગુરુકુલથી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજીએ શિવમહિમાની કથા કહી મંગલ આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં પધારેલા ભકતજનોએ પ્રસાદ સ્વરૂપે ફલાહાર ગ્રહણ કર્યું હતું.

આ મહોત્સવની તૈયારીમાં સનાતન મંદિરમાં સેવા કરનારા સ્વયંસેવક ભાઈ-બહેનોએ ખૂબ જ સુંદર પૂર્વતૈયારીઓ કરી હતી.

(11:47 am IST)