એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 3rd February 2018

‘‘ડાન્‍સ પે ચાન્‍સ'' : સાંસ્‍કૃતિક કાર્યક્રમો, ભારત તથા અમેરિકાના રાષ્‍ટ્રગીતનું ગાન, કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદિપ ચક્રવર્તીનું ઉદબોધન તથા નવા હોદેદારોના સોગંદવિધિ સાથે FIA દ્વારા ન્‍યુજર્સીમાં ભારતના ૬૯માં પ્રજાસતાક પર્વની ઉમંગભેર ઉજવણી

 (દિપ્‍તીબેન જાની દ્વારા), ન્‍યુજર્સી :  અમેરિકામાં છેલ્લા ૪૦ વર્ષથી ભારતના રિપબ્‍લીકન ડેની ઉજવણી કરતી ન્‍યુયોર્ક, ન્‍યુજર્સી તથા કનેકટીકટ ત્રિસ્‍ટેટની સંસ્‍થા ‘‘ફેડરેશન ઓફ ઇન્‍ડિયન એશોશિએશન(FIA)'' ના ઉપક્રમે ૨૭ જાન્‍યુ.૨૦૧૮ના રોજ ન્‍યુ બ્રન્‍સવીક મુકામે ૬૯મો પ્રજાસતાક દિવસ ઉજવાઇ ગયો.

કાર્યક્રમની શરૂઆત ભારત તથા અમેરિકાના રાષ્‍ટ્રગીતના ગાનથી કરાઇ હતી. ઉજવણી અંતર્ગત યોજાયેલા સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં ૧૪ ડાન્‍સ સ્‍કુલના ૫૮૦ સ્‍ટુડન્‍ટસએ ભાગ લીધો હતો. જે અંતર્ગત જુદા જુદા ૨૬ ગૃપ વચ્‍ચે સ્‍પર્ધાનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત સ્‍પેશ્‍યલ નિડસ કિડસ(SKN)  એ રજુ કરેલા ડાન્‍સ પે ચાન્‍સએ સહુને મંત્રમુગ્‍ધ કરી દીધા હતાં.

FIA ની નવી ૨૦૧૮ની સાલની એકઝીકયુટીવ કમિટીનો સોગંદવિધિ શ્રી સંદીપ ચક્રવર્તીએ કરાવ્‍યો હતો. જેમા  શ્રી સૃજલ પરીખ(પ્રેસિડન્‍ટ) શ્રી આલોક કુમાર(એકઝી.વાઇસ પ્રેસિડન્‍ટ) શ્રી  છાવી ધારાયન (વાઇસ પ્રેસિડન્‍ટ) સુશ્રી દક્ષા અમીન (સેક્રેટરી) શ્રી હિમાંશુ ભાટીયા,(ટ્રેઝરર) શ્રી હરેશ શાહ (જોઇન્‍ટ સેક્રેટરી) તથા શ્રી એન્‍ડી ભાટીઆનો સમાવેશ થતો હતો.

ઉજવણીમાં સામેલ થયેલા મહાનુભાવોમાં કોન્‍સ્‍યુલ જનરલ માન.શ્રી સંદીપ ચક્રવર્તી, પદમશ્રી ડો. સુધીર પરીખ તથા પદમશ્રી શ્રી એચ.આર.શાહ સહિતનાઓનો સમાવેશ થતો હતો.

કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદિપ ચક્રવર્તીએ FIA દ્વારા ભારતની સાંસ્‍કૃતિને ઉજાગર કરવા માટે થતી કામગીરીને બિરદાવી હતી તથા જાતિય સમાનતા,સ્ત્રી સશકિતકરણ સહિતના ક્ષેત્રોમાં લેવાતા નેતૃત્‍વની પ્રશંસા કરી હતી, તેમજ FIA પ્રેસિડન્‍ટ  શ્રી સૃજલ પરીખે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું.

૪ સ્‍ટેટની ૧૪ ડાન્‍સ ટીમોના ૩ વિભાગમાં ગૃપ પાડવામાં આવ્‍યા હતાં. તથા માઇનોર, જુનીયર અને સિનિયર વિભાગના ગૃપોના સ્‍પર્ધકો ઇનામો આપી બિરદાવાયા હતા. તથા વિજેતા ડાન્‍સ ગૃપોને ટ્રોફી તથા પ્રાઇઝથી નવાજવામાં આવ્‍યા હતા. તેવું શ્રી પરેશ ગાંધીના ફોટો સૌજન્‍ય સાથે FIA પ્રેસિડન્‍ટ  શ્રી સૃજલ પરીખની યાદી જણાવે છે.

(9:49 pm IST)