એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 3rd February 2018

અમેરિકાના ટેમ્‍પા ફલોરિડામાં દાનનો ધોધ વરસાવતું ઇન્‍ડિયન અમેરિકન દંપતિ : શ્રી રક્ષિત તથા સુશ્રી કેતકી શાહએ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરને ૧૦ લાખ ડોલર તથા VYO ને ૯ લાખ ૩૦ હજાર ડોલરનું ડોનેશન આપ્‍યું

ફલોરિડા : અમેરિકામાં ફલોરિડાના ટેમ્‍પા શહેરમાં વસતા ઇન્‍ડિયન અમેરિકન દંપતિ શ્રી રક્ષિત તથા સુશ્રી કેતકી શાહએ શ્રી લક્ષ્મી નારાયણ મંદિરને ૧ મિલીયન ડોલર (અંદાજે ૬.૫ કરોડ રૂપિયા) તથા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO ને પણ ૯ લાખ ૩૦ હજાર ડોલરનું ડોનેશન આપ્‍યું છે.

શાહ દંપતિ દ્વારા કરાયેલા આ ડોનેશનનો ઉપયોગ મંદિર તથા હવેલીમાં સુવિધાઓ વધારવા માટે કરાશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:45 pm IST)