એન. આર. આઈ. સમાચાર
News of Monday, 27th June 2022

અમેરિકાના ન્યૂજર્સીમાં IACFNJ ના ઉપક્રમે 7 ઓગસ્ટ રવિવારના રોજ ' સમર પિકનિક 2022 ' : લાઈવ મ્યુઝિક ,ક્રિકેટ ,વોલીબોલ , પતંગ સહિતની રમત ગમતની મોજ : બાળકો તેમજ પુખ્ત વયનાઓ માટે વિવિધ સ્પર્ધાના આયોજનો : ફૂડ તથા ડ્રિંક્સની વ્યવસ્થા : 2 ઓગસ્ટ 2022 સુધી રજીસ્ટ્રેશન

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : યુ.એસ.માં ઈન્ડો અમેરિકન કલચરલ ફાઉન્ડેશન ઓફ જર્સી સીટી ( IACFNJ ) ના ઉપક્રમે 7 ઓગસ્ટ રવિવારના રોજ ' સમર પિકનિક 2022 ' નું આયોજન કરાયું છે.

મર્સર કાઉન્ટી પાર્ક ,વેસ્ટ પીકનીક એરિયા ,1638 ઓલ્ડ ટ્રેન્ટોન રોડ ,વેસ્ટ વિન્ડસર ,ન્યુજર્સી ખાતે યોજાનારી પિકનિકનો સમય સવારે 11 - 00 વાગ્યાથી સાંજે 6 - 00 વાગ્યા સુધીનો રહેશે.

પિકનિકમાં મેમ્બર્સ વિનામૂલ્યે જોડાઈ શકે છે.તથા પુખ્ત વયના ગેસ્ટ માટે 10 ડોલર અને 10 વર્ષથી ઓછી વયના ગેસ્ટ માટે 5 ડોલર ફી રાખવામાં આવી છે.

પિકનિકમાં લાઈવ મ્યુઝિક ,ક્રિકેટ ,વોલીબોલ , પતંગ સહિતની રમત ગમતની મોજના આયોજનો કરાયા છે. ઉપરાંત બાળકો તેમજ પુખ્ત વયનાઓ માટે વિવિધ સ્પર્ધાના આયોજનો કરવામાં આવ્યા છે.તેમજ ફૂડ તથા ડ્રિંક્સની વ્યવસ્થા કરવામાં આવી છે.

પિકનિકમાં જોડાવા માટે 2 ઓગસ્ટ 2022 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.જે માટે  iacfnj@yahoo.com ( iacfnj.org ) દ્વારા સંપર્ક સાધી શકાશે.

IACFNJ ના ટ્રસ્ટીઝ તથા એક્ઝિક્યુટિવ મેમ્બર્સમાં શ્રી હિતેશ પટેલ ,ડો.તુષાર પટેલ ,શ્રી મહેશ પટેલ ,શ્રી મહેશ શાહ ,શ્રી રાજેશ પટેલ ,સુશ્રી સુરભી અગરવાલ ,શ્રી રાઓજીભાઈ પટેલ ,શ્રી રેવો નાવાની તથા શ્રી જાધવ ચૌધરીનો સમાવેશ થાય છે.તેવું ઈન્ડો અમેરિકન સોસાયટી ઓફ સેન્ટ્રલ જર્સી ડેટોન ન્યુજર્સી દ્વારા જાણવા મળે છે.

 

(1:45 pm IST)