સિડનીમાં ૧૪ જાન્યુ.૨૦૧૮ ના રોજ ઉજવાયો પતંગોત્સવ : શ્રી સ્વામિનારાયણ મંદિર બ્લેકટાઉનના ઉપક્રમે યોજાયેલા ઉત્સવમાં ગુજરાતીઓ ઉપરાંત વિદેશીઓ પણ હજારોની સંખ્યામાં ઉમટી પડયા
સિડની : સિડની મુકામે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર બ્લેકટાઉનના ઉપક્રમે ૧૪ જાન્યુ. ૨૦૧૮ના રોજ ભવ્ય પતંગોત્સવ ઉજવાઇ ગયો.
છેલ્લા ૧૯ વર્ષથી ઉજવાતા આ ઉત્સવમાં અનેક ગુજરાતીઓ તથા ભારતીયો ઉપરાંત સ્થાનિક પ્રજાજનો પણ ઉમટી પડયા હતા. એટલું જ નહિં દર વર્ષ કરતા અનેકગણી સંખ્યા આ વર્ષે થઇ ગઇ હતી જે હજારોમાં હતી. તેમજ વિદેશી પર્યટકો પણ તેમાં જોડાયા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.