એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 26th November 2022

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સએ 19 નવેમ્બર, 2022 ના રોજ દિવાળીની ઉજવણી કરી :ફાઈવ સ્ટાર બેન્ક્વેટ ખાતે કરાયેલી ઉજવણીમાં ત્રિ-સ્ટેટ વિસ્તારના 500 થી વધુ વરિષ્ઠ નાગરિકોએ હાજરી આપી

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી :બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સએ 19 નવેમ્બર, 2022 ના રોજ દિવાળીની ઉજવણી કરી હતી. 5 સ્ટાર બેન્ક્વેટ ખાતે કરાયેલી ઉજવણીમાં ત્રિ-સ્ટેટ વિસ્તારના 500 થી વધુ વરિષ્ઠ નાગરિકોએ હાજરી આપી હતી.

આ અવસરે કેટલાક રાજકીય નેતાઓએ હાજરી આપી હતી.જે અંતર્ગત માનનીય ભારતીય કોન્સ્યુલ જનરલ શ્રી રણધીર જયસ્વાલ, ન્યુયોર્ક સિટીના મેયર એરિક એલ. એડમ્સ કોંગ્રેસ મહિલા ગ્રેસ મેંગ અને એસેમ્બલી મહિલા જેનિફર રાજકુમાર , સહિતનાઓ હાજર રહ્યા હતા.

ભારતીય અમેરિકન પ્રત્યે તેમની હાજરી, સમર્થન અને વખાણ
ડાયસ્પોરાએ આપણા દક્ષિણ એશિયન સમુદાયમાં મનોબળ વધાર્યું છે.
બ્રહુદ ન્યૂયોર્ક સિનિયર્સના પ્રમુખ શ્રી અજય એસ. પટેલએ જણાવ્યું હતું કે તમામ રાજકીય નેતાઓએ હાજરી આપી તેનો મને આનંદ છે. આજની ઇવેન્ટમાં હાજરી આપવા માટે વ્યસ્ત સમયપત્રક વચ્ચે પણ તેઓએ સમય ફાળવ્યો છે.

આ તકે હાજર રહેવા બદલ ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણનો આભાર મેયર એડમ્સ સહીત તમામ મહાનુભાવોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું
તથા પરંપરાગત હાર અને શાલથી સન્માનિત કરાયા હતા.

મેયર એડમ્સે NYC અને NYS એસેમ્બલી વુમન તરફથી પ્રશસ્તિપત્ર રજૂ કર્યું
રાજકુમારે બ્રુહુદ ન્યૂયોર્ક સિનિયર્સની ભારતીય અમેરિકન સમુદાય માટેની સેવાઓને બિરદાવી કોમ્યુનિટી સેવા માટે પ્રશસ્તિપત્ર અર્પણ કર્યું હતું.

દરેકના ચહેરા પર સ્મિત અને ખુશનુમા વાતાવરણ સાથેઉપસ્થિતોની સાંજ યાદગાર અને ભવ્ય બની ગઈ હતી, સિનિયર્સ એસોસિએશન તરફથી.તમામ ઉપસ્થિતોને દિવાળીની ભેટ આપવામાં આવી હતી.તેવું સુશ્રી દિપ્તીબેન દ્વારા જાણવા મળે છે.

(9:19 pm IST)