A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined offset: 0

Filename: views/print_nri_news.php

Line Number: 17

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/print_nri_news.php
Line: 17
Function: _error_handler

File: /home/akilanew/public_html/application/controllers/Nri_news.php
Line: 138
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

એન. આર. આઈ. સમાચાર
એન. આર. આઈ. સમાચાર
News of Friday, 19th January 2018

યુ.એસ.માં AAAI દ્વારા પસંદ કરાયેલા ૮ ફેલો પૈકી ૩ ઇન્‍ડિયન અમેરિકન : આર્ટીફિશીયલ ઇન્‍ટેલીજન્‍સ ક્ષેત્રે છેલ્લા એક દસકા દરમિયાન વિશિષ્‍ટ કામગીરી બદલ પ્રોફેસરો શ્રી અમિત શેઠ, શ્રી ગૌરવ સુખાત્‍મે તથા શ્રી દીનેશ માનોઆ પસંદગી પામ્‍યા

વોશીંગ્‍ટન : યુ.એસ.માં ‘‘એશોશિએશન ફોર એડવાન્‍સમેન્‍ટ ઓફ આર્ટિફીશીઅલ ઇન્‍ટેલીજન્‍સ(AAAI)'' એ ૧ જાન્‍યુ. ૨૦૧૮ ના રોજ ઘોષિત કરેલા ૮ ફેલોમાં ૩ ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસરોએ સ્‍થાન મેળવ્‍યું છે. જેમાં શ્રી અમિત શેઠ, શ્રી ગૌરવ સુખાત્‍મે તથા શ્રી દીનેશ માનોઆનો સમાવેશ થાય છે.

આર્ટીફિશીઅલ ઇન્‍ટેલીજન્‍સ ક્ષેત્રે વિશિષ્‍ટ યોગદાન આપવા બદલ દર વર્ષે AAAI દ્વારા ફેલોની પસંદગી કરવામાં આવે છે. જે દરેકની પોતપોતાના ક્ષેત્રમાં વિશિષ્‍ટ તથા અસાધારણ કામગીરીના આધારે કરવામાં આવેલી તેમજ આ કામગીરી ઓછામાં ઓછા એક દસકાની હોવી જરૂરી છે.

AAAI દ્વારા પસંદ કરાયેલા તમામ ૮ ફેલોને ૪ ફેબ્રુ.૨૦૧૮ ના રોજ ન્‍યુ ઓર્લિન્‍સ મુકામે યોજાનારા સમારોહમાં સન્‍માનિત કરાશે.

(9:16 pm IST)