Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

યુ.એસ.માં ન્‍યુજર્સી એસેમ્‍બલી ‘‘મેજોરીટી વ્‍હીપ'' તરીકે ઇન્‍ડિયન અમેરિકન એસેમ્‍બલીમેન શ્રી રાજ મુખરજી ઘોષિત : પોતાના ઉપર એસેમ્‍બલી સ્‍પીકરે મુકેલા વિશ્વાસ બદલ આભાર વ્‍યકત કરતા શ્રી મુખરજી

ન્‍યુજર્સી : યુ.એસ.માં ન્‍યુજર્સીના ૩૩ માં ડીસ્‍ટ્રીકટમાંથી સતત ત્રણ ટર્મથી ચૂંટાઇ આવતાં ઇન્‍ડિયન અમેરિકન એસેમ્‍બલીમેન શ્રી રાજ મુખરજીને જનરલ એસેમ્‍બલીના મેજોરીટી વ્‍હીપ તરીકે ઘોષિત કરાયા છે.

એસેમ્‍બલી સ્‍પીકર ક્રેઇગ કફલીનએ ૧૨ જાન્‍યુ. ના રોજ ઉપરોકત ઘોષણાં કરી છે. જેના જવાબમાં શ્રી મુખરજીએ નમ્રતાપૂર્વક તેમની ઓફરનો સ્‍વીકાર કરી તેમને મદદરૂપ થવાની નેમ વ્‍યકત કરી હતી. તથા પોતાના ઉપર મુકાયેલા વિશ્વાસ બદલ આભાર વ્‍યકત કર્યો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:48 pm IST)