Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

‘‘ફ્રી કરાંચી'' : ભારત પાકિસ્‍તાનના ભાગલા વખતે ભારતથી પાકિસ્‍તાન જઇ વસેલા લોકો ઉપર અત્‍યાચારની રાવ : મુજાહિર તરીકે ઓળખાતા આવા પરિવારોમાંથી યુ.એસ. જઇ વસેલા લોકો દ્વારા શરૂ કરાયેલું ‘‘ફ્રી કરાંચી'' કમ્‍પેન : કરાંચીને ઇસ્‍લામાબાદ સરકારની ચૂંગાલમાંથી મુકત કરાવવા ટ્રમ્‍પ સરકાર સમક્ષ રજુઆત કરવાની નેમ

વોશીંગ્‍ટન : ભારત તથા પાકિસ્‍તાનના ભાગલા વખતે ૧૯૪૭ની સાલમાં ભારતથી પાકિસ્‍તાન જઇ વસેલા લોકો કે જેઓ મુજાહિર તરીકે ઓળખાય છે તેવા પરિવારોમાંથી યુ.એસ.માં સ્‍થાયી થયેલા લોકોએ અમેરિકામાં ‘ફ્રી કરાંચી' કમ્‍પેન શરૂ કર્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

આ કમ્‍પેન અંતર્ગત કરાંચીને ઇસ્‍લામાબાદના નિયંત્રણમાંથી મુકત કરવાની માંગણી છે. જે માટેના કારણમાં જણાવ્‍યા મુજબ કરાંચીમાં વસતા મુજાહિરો ઉપર અત્‍યાચાર ગુજારાય છે. જેના વિરોધમાં અમેરિકમાં કાઢવામાં આવેલી રેલીમાં આ અંગે ઘટતું કરવા ટ્રમ્‍પ સરકારને રજુઆત કરાશે. જે માટે સ્‍થાનિક કોંગ્રેસમેનોનો સંપર્ક કરાશે.

(11:06 pm IST)