Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

અમેરિકા પ્રેસિડન્ટ પદની ચૂંટણી : પરિણામને દિવસે આંતરિક સંઘર્ષના એંધાણ : રિવોલ્વરની ખરીદીમાં જોરદાર ઉછાળો : વેચાણ ઉપર બ્રેક મારવી પડી

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી  આ વખતે ભારે રસાકસીભરી છે.રિપબ્લિકન તથા ડેમોક્રેટિક પાર્ટીના  પ્રેસિડન્ટ પદના ઉમેદવારો તથા તેમના સમર્થકો દ્વારા સામસામી આક્ષેપબાજી શરૂ થઇ ગઈ છે.જેમાં અમુક સમયે વિવેક પણ ચૂકાઈ જતો જોવા મળ્યો છે.

આ બધા વચ્ચે પરિણામને દિવસે સંઘર્ષ કે અથડામણ થવાની ભીતિ સર્જાશે તેવા એંધાણ મળી રહ્યા છે.જે મુજબ હથિયારોના વેચાણ કરતી વોલમાર્ટ કંપનીમાં રિવોલ્વરના વેચાણમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.આથી અથડામણના ભયને ધ્યાને લઇ કંપનીએ રિવોલ્વર વેચાણમાં બ્રેક મારવાની ફરજ પડી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:20 am IST)
  • અમુક લોકો આતંકવાદના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યા છે : આ બાબત સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે : ' રાષ્ટ્રીય એકતા દિવસ ' નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું પ્રવચન : ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલાને સમર્થન આપનાર લોકોને આડે હાથ લીધા : દેશના સૌપ્રથમ હોમ મિનિસ્ટર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે સ્મૃતિ વંદના કરી : દેશની સુરક્ષા માટે સરહદ ઉપર લેવાઈ રહેલા પગલાંઓ વિષે માહિતી આપી access_time 10:38 am IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 81 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,117 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,36,166 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,82,160 થયા:વધુ 59,005 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74,30,911 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,681 થયો access_time 1:04 am IST

  • લવ જેહાદ કરવાવાળા સુધરી જાવ ,નહીં તો ' રામ નામ સત્ય છે ' ની યાત્રા નીકળશે : હાઇકોર્ટની ટિપ્પણી બાદ ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કડક ચેતવણી : બહેન દીકરીઓની જિંદગી સાથે રમત કરનારાઓને માફ નહીં કરાય access_time 6:06 pm IST