Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

અમેરિકામાં દુર્ગા પૂજા ઉત્સવ ઉજવાયો : વેદાંતા સોસાયટી ઓફ ગ્રેટર હ્યુસ્ટનના ઉપક્રમે કરાયેલી ઓનલાઇન ઉજવણીનો લાભ અનેક શ્રદ્ધાળુઓએ લીધો

હ્યુસ્ટન : અમેરિકામાં 17 ઓક્ટોબરના રોજ વેદાંતા સોસાયટી ઓફ ગ્રેટર હ્યુસ્ટનના ઉપક્રમે ઓનલાઇન દુર્ગા પૂજા ઉત્સવ ઉજવાયો હતો.  આ ઉજવણીનો લાભ અનેક શ્રદ્ધાળુઓએ લીધો હતો.મંદિરમાં માત્ર પૂજામાં શામેલ ભક્તો તથા પુજારીને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે દુર્ગા માતાની મૂર્તિને શણગાર કરાયા હતા.સવારે 10 વાગ્યે પૂજા વિધિ શરૂ કરી દેવાઈ હતી.જેનું નિદર્શન યુટ્યુબ ચેનલ ઉપરથી કરાયું હતું.આ તકે રૂપા ઘોષ અને પાર્ટીએ ધાર્મિક ગીત સંગીત પીરસ્યા હતા.પૂજા બાદ આરતીનું આયોજન કરાયું હતું.બાદમાં પુષ્પ અર્પણ કરાયા હતા.
બાદમાં માસ્ક પહેરી સોશિઅલ ડીસ્ટન્સના પાલન સાથે ભાવિકોને એક પછી એક દર્શન કરવા માટે મંદિરમાં જવા દેવાયા હતા.
કોવિદ મહામારી વચ્ચે પણ દુર્ગા માતાના દર્શનનો લાભ મળવાથી ભાવિકો ભાવવિભોર થયા હતા તેવું આઇ એ એન દ્વારા જાણવા મળે છે.

(6:34 pm IST)