Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

વિદેશોમાં સ્થાયી થયેલા 5 હજાર જેટલા કેરાલીઅન નાગરિકો વતનમાં પાછા આવ્યા : કેરળ ફાઇનાન્સિયલ કોર્પોરેશન દ્વારા અપાતી 50 લાખ રૂપિયા સુધીની લોનથી સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી દીધો

કેરળ : કોવિદ -19 ના કારણે 5 હજાર જેટલા કેરાલીઅન નાગરિકો કે જેઓ ગલ્ફ સહિતના જુદા જુદા દેશોમાં સ્થાયી થયા હતા તેઓ વતન કેરળમાં પરત આવી ગયા છે.
આ નાગરિકો માટે કેરળ ફાઇનાન્સિયલ કોર્પોરેશન દ્વારા 50 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.જે તેઓને સ્વતંત્ર વ્યવસાય કરી સ્થાયી થવામાં મદદરૂપ થવા માટે આપવામાં આવે છે.
આ અગાઉ જુદા જુદા કારણોસર વતનમાં પાછા આવતા નાગરિકો મૉટે ભાગે સેવા ક્ષેત્રો કે નોકરીમાં જોડાતા હતા.પરંતુ આ વખતે જુદો ટ્રેન્ડ જોવા મળ્યો છે.જે મુજબ મોટા ભાગના લોકો સ્વતંત્ર વ્યવસાય કરવા આતુર જણાયા છે.જે માટે મળતી લોનની રકમમાંથી તેઓએ જુદા જુદા ઉદ્યોગ વ્યવસાય ચાલુ કરી દીધા છે.જેમાં ઓઇલ મિલ ,કેબ ,સ્મોલ બિઝનેસ ,રેસ્ટોરન્ટ ,મસાલા પાવડર યુનિટ ,સ્નેક શોપ્સ ,વર્કશોપ ,તથા એગ્રિકલચર સહિતના વ્યવસાયોમાં જોડાઈ ગયા હોવાનું જાણવા મળે છે.

(7:16 pm IST)