Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ખેડા :27,000 ડોલર ઉછીના આપનાર ગિરીશ પટેલની હત્યા:આરોપી અશ્વિન પટેલ 20 વર્ષે અમેરિકાથી ઝડપાયો

ઉછીના લીધેલા પાછા ન આપવા પડે તે માટે દારુંજ ઝેરી પદાર્થ પીવડાવી લાશને જોળ ગામની નહેરમાં નાખી દીધી

 

ખેડા ;પોતાને ઉછીના આપનારને લીધેલા નાણાં પાછા આપવા પડે તે માટે હત્યા કરવાના આરોપીની 20 વર્ષે અમેરિકાથી ધરપકડ કરાઈ છે 27000 ડોલર ઉછીના લીધા બાદ પાછા આપવા પડે તે માટે ખેડાના ગીરીશ શિવાભાઈ પટેલની દારૂની પાર્ટી કર્યા બાદ દારૂમાં ઝેરી પદાર્થ પીવડાવી હત્યા કરાઈ હતી અને તેમના શરીર પરથી સોનાના દાગીના પણ ઉતારી લેવાયા હતા તેમની લાશ જોળ ગામે નહેરના પાણીમાં નાંખી દીધી હતી. કેસનો આરોપી અશ્વિન મોહનભાઈ પટેલની સીઆઈડી ક્રાઈમે 20 વર્ષ બાદ ધરપકડ કરી છે.

   આરોપી અમેરિકામાં હતો અને તેને ઈન્ટરપોલની મદદથી ભારતમાં ડિપોર્ટ કરવામાં આવ્યો હતો.કેસની વિગત મુજબ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના શુરાસામળ ગામમાં રહેતા અશ્વિન મોહનભાઈ પટેલે તેના મિત્ર અશોક ઉમેદ પટેલની મદદથી ગીરીશ પટેલ પાસેથી 27,000 ડોલર વર્ષ 1998માં ઉછીના લીધા હતા. નાણાં પાછા આપવા પડે તે માટે આરોપી અશ્વિન પટેલે અશોક ઉમેદ પટેલની સાથે મળી કાવતરું રચ્યું અને 28 ફેબ્રુઆરી 1998 મોડી સાંજે જી જે 7 4549 મારુતિ વાનમાં ગીરીશભાઈનું અપહરણ કર્યું હતું.

   આણંદમાં આવેલા રાજેશ છોટાભાઈ પટેલના ત્યાં દારૂની પાર્ટી કરી હતી. પાર્ટીમાં દારૂમાં ઝેરી દ્રવ્ય મીલાવી ગીરીશ પટેલને પીવડાવી દીધું હતું તથા ગીરીશ પટેલના શરીર પરથી દાગીના ઉતારી જોળ ગામે આવેલી નહેરમાં લાશ ફેંકી દઈ પુરાવાનો નાશ કરવાના પ્રયત્નો કર્યા હતા
    બનાવ અંગે ફરિયાદ થયા બાદ આણંદ પોલીસે અશોક પટેલ અને જશ મોહન પટેલ બંનેને શુરસામળ, જિલ્લો નળીયાદની વર્ષ 1998માં અટક કરી હતી અને બનાવની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપાઈ હતી.

   બનાવમાં મુખ્ય આરોપી અશ્વિન મોહન પટેલ અમેરિકા ભાગી ગયો હતો.આરોપીની પત્ની શિલ્પા મુંબઈ એરપોર્ટ પરથી 28 જાન્યુઆરી 2018ના રોજ બેન્કોક જતા હોવાનું ઈન્ટરસેપ્ટમાં ધ્યાને આવતા તેમને ડીટેઈન કર્યા હતા.તેના આધારે હત્યાનો મુખ્ય આરોપી અશ્વિન પટેલ અમેરિકામાં હોવાનું બહાર આવ્યું હતું. ઈન્ટરપોલના માધ્યમથી વોરંટ બજાવાયું હતું અને આરોપી અશ્વિન પટેલને અમેરિકાથી ઈન્ડિયા ડિપોર્ટ કરાયો હતો. સીઆઈડી ક્રાઈમે 20 વર્ષ બાદ આરોપીની ધરપકડ કરી હતી.

(9:15 am IST)