Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

' આ વખતની પ્રેસિડન્ટ પદની ચૂંટણી અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ મહત્વ ધરાવનારી છે : હું જો બિડન કરતા પાછળ નથી : મારો ચૂંટણી પ્રચાર બરાબર ચાલી રહ્યો છે : અમેરિકામાં શરૂ થઇ ગયેલા મતદાન ( અર્લી વોટિંગ ) દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પનું ઉદબોધન

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ પદની ચૂંટણી 3 નવેમ્બરના રોજ છે.પરંતુ મતદાન અત્યારથી ચાલુ થઇ ગયું છે.જેને અર્લી વોટિંગ કહેવામાં આવે છે.આ મતદાનમાં રસાકસી વાળા રાજ્યોમાં ડેમોક્રેટ ઉમેદવાર આગળ હોવાની વાતનું ખંડન કરતા રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું હતું કે હું બિડન કરતા પાછળ નથી.મારો ચૂંટણી પ્રચાર બરાબર ચાલી રહ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે આ વખતની પ્રેસિડન્ટ પદની ચૂંટણી અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ મહત્વ ધરાવનારી છે  . ઓહિયોના કોલંબસમાં મીડિયા સમક્ષ નિવેદન કરતા ટ્રમ્પએ જણાવ્યું હતું કે  જો બિડન આગળ હોવાની વાત ખોટી છે. અમારો ચૂંટણી પ્રચાર બરાબર ચાલી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે બીજી ટર્મમાં પ્રેસિડન્ટ  તરીકે ચૂંટાઈ આવવા માટે ટ્રમ્પ સમગ્ર દેશનો પ્રવાસ કરી રહ્યા છે.તથા ચૂંટાઈ આવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

(12:38 pm IST)