Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

સાઇબર ક્રાઇમ ચેમ્‍પીયન, કાળા નાણાં ધારક તથા ફાઇનાન્‍શીયલ માર્કેટના ગોરખધંધા કરનારાઓ ભેગા મળી જે ઝેરી મિશ્રણ બનાવે તેનું નામ ‘‘બિટકોઇન''

અમદાવાદ : કલ્પના કરો સાયબર ક્રાઇમ ચેમ્પિયન, કાળાનાણા ધારક, ફાયનાન્સીયલ માર્કેટના ગોરખ ધંધા કરનારા અને જેમને બજારના કોઈ નિયમનો ખપતાજ  નથી એવી તમામ અપવિત્ર આત્માઓ ભેગી થઇ જાય તો શું થાય? આ બધા લોકો ભેગા થઈને કેવું ઝેરી મારણ મિશ્રણ બનાવવી શકે? બસ એનું નામ જ બિત્કોઇન છે. કહેતા દુ:ખ થાય છે કે સાયબર-સાંતા અત્યારે તો બિત્કોઇન બજારમાંથી અદ્રશ્ય થયા છે. તેમ છતાં તમને બધાને મેરીક્રીસમસ અને નવા વર્ષની મોટા નફાની શુભકામના 

આ વર્ષના આરંભે ઉત્તર કોરીયાએ આ રેનસમવેર વોનાક્રાય દ્વારા ૧૫૦ દેશના ૨.૩ લાખ કોમ્પ્યુટર પર હુમલો કરવાની યોજના બનાવી હતી. આ હુમલાનો ભોગ બનનાર જો બિત્કોઇનમાં ખંડણી ન ચુકવે તો તેમના કોમ્પ્યુટરને અનલોક કરવામાં નથી આવતા. આ એક જધન્ય અપરાધ અને ખર્ચાળ કૃત્ય છે. ૨૦૧૭ના આરંભે ૧.૪૩ લાખ ડોલરના ૫૨.૨ બિત્કોઇન પ્રારંભિક હુમલામાં મેળવાયા હતા ત્યાર પછી આ રકમ હવે ૧૦ અબજ ડોલરે પહોચી ગઈ છે. આ ઘટના ઉજાગર થયા પછી તાજેતરના સપ્તાહોમાં તમામ ક્રીપ્ટો કરન્સીના ભાવમાં અસામાન્ય ઉથલપાથલ સર્જાઈ હતી.

છેલ્લા ૨૪ કલાકમાં બિત્કોઇનના ભાવમાં ૨૫ ટકાનું ગાબડું પડ્યું હતું. આ ડીજીટલ ગોલ્ડ તરીકે ઓળખાતા બિત્કોઇનના ભાવ એકાએક ૧૨,૦૦૦ ડોલરની નીચે જતા રહ્યા હતા. અન્ય ક્રીપ્ટો કરન્સીની પણ આવી જ હાલત હતી, રાતોરાત ૧૨૦ અબજ ડોલરની માર્કેટ વેલ્યુનું ધોવાણ થઇ ગયું હતું. ગુરુવારે બિત્કોઇનનાં ભાવ ૨૦ ટકા કરતા વધુ ઘટી જતા બજાર બેર (મંદી) માર્કેટમાં પ્રવેશી હતી. ઘણા બધા ટ્રેડરો કહી રહ્યા હતા કે આ વૈકલ્પિક કરન્સી લાંબા સમયથી ઓવર બોટ હતી અને કરેકશન અનિવાર્ય થઇ ગયું હતું.

સાતે દિવસ ૨૪ કલાક ચાલતી બિત્કોઇન બજારમાં રવિવારનો દિવસ પણ કઈ અલગ ન હતો. ગુરુવારે બેર માર્કેટ બનેલી આ બજારમાં રવિવારે વધુ ગભરાટ હતો. પરંપરાગત રીતે સૌથી વધુ માર્કેટ કેપિટલ ધરાવતા સૌથી મોટી ડીજીટલ કરન્સી બિત્કોઇનનાં ભાવમાં અનાપસનાપ ઉછળકૂદ જોવાઈ હતી. રવિવારે એક તબક્કે એકલા બીટફીનીક્સ એક્સચેન્જ પર બિત્કોઇનમાં ૨૦૬૩ ડોલર અથવા ૧૪.૫ ટકાનું ગાબડું પડી ૧૨,૦૦૦ ડોલર આસપાસના ભાવે સોદા થયા હતા. જો છેલ્લા ૨૪ કલાકના સોદાને ધ્યાનમાં લઈએ તો ભાવ, ૪૭૦૬ ડોલર ઘટી ૧૧,૭૭૭ ડોલરના તળિયે ગયો હતો. ગત રવિવારે સીએમઈ (શિકાગો મર્કન્ટાઈલ એક્સચેન્જ) ગ્રુપે બિત્કોઇન વાયદા શરુ કરવાની જાહેરાત કરી ત્યાર પછી તુરંત ભાવ ૧૯,૮૯૧ ડોલરની ઐતિહાસિક સર્વોચ્ચ સપાટીએ ગયો હતો.

અલબત્ત, જો વર્ષના આરંભથી જોઈએ તો વર્તમાન ભાવ ૧૧૦૦ ટકા વધુ છે અને એકલા ડીસેમ્બરની સરખામણીએ ૨૧ ટકા ઉંચો છે. જેમણે ઊંચા ભાવે બિત્કોઇન ખરીધ્યા હતા તેમને આ ઉડાઉડ વેચવાલીમાં કોઈ લાભ નથી થયો. કેટલાંક નિરિક્ષકોનું માનવું છે કે જેમેણે ક્રિસમસ અને નવા વર્ષ અગાઉ એકાઉન્ટ બુક બંધ કરવાની હતી અને બિત્કોઇન વેચ્યા હતા તેમને મોટો લાભ થયો છે.

બિત્કોઇન પછીની બીજા નંબરની ડીજીટલ કરન્સી ઈથેરીય્મ રવિવારે ૧૩.૨ ટકા ઘટી ૫૮૨.૫ ડોલર રહ્યો હતો, છેલ્લા સાત દિવસમાં તે ૧૧.૭૩ ટકા ઘટ્યો છે. આ જ ધોરણે રીપલ જે બેંક અને ગ્લોબલ મોનિટરી ટ્રાન્સફર હેતુથી ડીઝાઈન કરવામાં આવ્યો છે અને હજુ સસ્તા ભાવે ઉપલબ્ધ છે તે પણ ૧૩.૫૧ ટકા ઘટી ૦.૮૬ ડોલર મુકાયો હતો. ગુરુવારે તેને પણ ૧ ડોલરની ઐતિહાસિક નવી ઊંચાઈ પ્રાપ્ત કરી હતી. આમ છતાં આ ઓછા મૂલ્યની ક્રીપ્ટો કરન્સી રીપલ છેલ્લા સાત દિવસમાં ૨૫.૧ ટકાની વૃદ્ધિ દાખવે છે.

અલબત્ત, બિત્કોઇનની વાસ્તવિક કિંમત કાઢવી કઠીન છે. જો કે મોર્ગન સ્ટેન્લીનાં સ્ટ્રેટેજીસ્ટ કહે છે કે આ ડીજીટલ કરન્સીનું મુલ્ય કઈ જ નથી. એક રીસર્ચ નોંધમાં મોર્ગન સ્ટેનલીએ તેના ક્લાયન્ટોને સમજાવ્યું હતું કે આ ડીજીટલ કરન્સીની મુલ્ય નિર્ધારણ શુ કામ અઘરું છે. ખાસ કરીને બિત્કોઇનને તો કરન્સી ગણવી જ ન જોઈએ કારણ કે તેમાં વ્યાજ દરની ગણતરી જ નથી. તેનું ડેઇલી વોલ્યુમ ગ્લોબલ ફોરેકસ માર્કેટની તુલનાએ ૫ ટ્રીલીયન ડોલર વધુ છે. તા. ૨૫-૧૨-૨૦૧૭  

આ આર્ટીકલના લેખક શ્રી ઇબ્રાહીમ પટેલ commoditydna.com વેબસાઇટના એડિટર છે.  જે ગુજરાતી, હિન્‍દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં અપલોડ થતી વિશ્વની એકમાત્ર કોમોડીટી રીસર્ચ વેબસાઇટ છે. તેઓ છેલ્લા ૩૬ વર્ષથી કોમોડીટી બજારના જર્નાલીસ્‍ટ છે. 

(11:34 pm IST)