Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

યુ.એસ.ના મેસ્‍સેચ્‍યુએટસમાં ‘સાહેલી' ના ઉપક્રમે યોજાઇ ગયો ‘નિર્ભયા' ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ : એશિયન અમેરિકન મહિલાઓને ઘરેલુ હિંસાથી બચાવવા તથા રક્ષણ આપવા ૯૦ હજાર ડોલરનું ફંડ ભેગુ કરવાનો હેતુ

(દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સી : યુ.એસ.માં હિલ્‍ટોન વોબર્ન મેસ્‍સેચ્‍યુએટસ મુકામે ૯ ડિસેં. ૨૦૧૭ના રોજ ‘સાહેલી' ના ઉપક્રમે ‘‘નિર્ભયા'' ફંડ રેઇઝર પ્રોગ્રામ યોજાઇ ગયો. જેનો હેતુ ૯૦ હજાર ડોલરનું ફંડ ભેગુ કરવાનો હતો. જેમાં ૪૦૦ ઉપરાંત કોમ્‍યુનીટી લીડર્સ, ડોનર્સ તથા સમર્થકો હાજર રહયા હતાં.

૧૯૯૬ ની સાલથી મેસ્‍સેચ્‍યુએટસ ખાતે શરૂ કરાયેલી ‘સાહેલી'  કોમ્‍યુનીટી મહિલાઓ ઉપર થતા ઘરેલુ અત્‍યાચારો સામે તેમને રક્ષણ આપવા તથા તેમના પરિવારને સલામતિ અને સ્‍વાસ્‍થ્‍ય બક્ષવા માટે કાર્યરત છે.

ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ઇન્‍ડિયન ટેલિવિઝન એકટ્રેસ સુશ્રી પ્રીતિ અમિન લિખિત તથા દિગ્‍દર્શક ડોમેસ્‍ટીક વાયોલન્‍સ શોર્ટ ફિલ્‍મનું નિદર્શન કરાવાયું હતું. પ્રોગ્રામની હાઇલાઇટસ TVAsia ચેનલ ઉપર કોમ્‍યુનીટી રાઉન્‍ડ અપમાં જોઇ શકાશે તેવુ TVAsiaની ન્‍યુઝ દ્વારા જાણવા મળે છે.

(9:53 pm IST)