Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

પાકિસ્‍તાનના કરાંચીમાં ૩૧ વર્ષ પહેલા અમેરિકાનું વિમાન હાઇજેક કરનાર ૪ આતંકવાદીઓ વિષે માહિતી આપનારને પ૦ લાખ ડોલરનું ઇનામ : મુંબઇથી કરાંચી ગયેલા આ વિમાનમાં ભારતીય એરહોસ્‍ટેસ નિરજા ભનોટ સહિત ૨૦ યાત્રિકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા : અમેરિકાની FBI એ આતંકવાદીઓના ફોટાઓ સાથે બહાર પાડેલી યાદીમાં આતંકવાદી દીઠ ૫૦ લાખ ડોલરનું ઇનામ જાહેર કર્યુ

વોશીંગ્‍ટન : ૧૯૮૬ની સાલમાં પ સપ્‍ટેં. ના રોજ પાન અમેરિકન  વર્લ્‍ડ એર લાઇન્‍સનું વિમાન મુંબઇના સહાર ઇન્‍ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરી પાકિસ્‍તાનના કરાંચી મુકામે પહોંચ્‍યું ત્‍યારે તે હાઇજેક કરાયુ હતું. ૩૬૦ પેસેન્‍જર સાથેના આ વિમાનના યાત્રિકોને આપતકાલિન દરવાજામાંથી બહાર નીકળવા માટે મદદ કરી રહેલી ભારતીય એર હોસ્‍ટેસ નિરજા ભનોટ સહિત ૨૦ યાત્રિકોને હાઇજેકરોએ મોતને ઘાટ ઉતારી દીધા હતાં.

આ મામલે હજુ પણ તપાસ અધૂરી નહીં મૂકવા માંગતી અમેરિકાની FBI એ આ ૪ અપહરણકારો તથા હત્‍યારાઓના ફોટાઓ જાહેર કરી માહિતી આપનારને આતંકવાદી દીઠ ૫૦ લાખ ડોલરનું ઇનામ જાહેર કર્યુ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:14 pm IST)