Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

' વી વોન્ટ જસ્ટિસ ' : મુંબઈમાં 26 નવેમ્બરના રોજ થયેલા આતંકી હુમલા મામલે અમેરિકામાં વસતા ભારતીયોના કેપિટલ હિલ ખાતે દેખાવો : આતંકવાદી હુમલાના 12 વર્ષ પછી પણ હજુ પાકિસ્તાને આતંકીઓ વિરુદ્ધ પગલાં લીધા નથી

વોશિંગટન : ભારતના મુંબઈમાં 26 નવેમ્બરના રોજ  થયેલા આતંકવાદી હુમલાને કારણે દોઢસો જેટલા નાગરિકોના મોત નિપજ્યા હતા જેમાં 6 અમેરિકન નાગરિકો પણ હતા.તથા સેંકડો નાગરિકો ઘાયલ થયા હતા.જેના 12 વર્ષ પછી પણ પાકિસ્તાન સરકારે આ આતંકીઓ વિરુદ્ધ પગલાં લીધા નથી.તેથી પાકિસ્તાન સરકાર સામે રોષ વ્યક્ત કરવા અમેરિકામાં વસતા ભારતીયોએ કેપિટલ હિલ ખાતે ' વી વોન્ટ જસ્ટિસ ' ના નારા લગાવ્યા હતા તથા દેખાવો કર્યા હતા.

આ તકે કોમ્યુનિસ્ટ એક્ટિવિસ્ટ કૃષ્ણા રેડ્ડીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો તથા જણાવ્યું હતું કે 26 નવેમ્બરના રોજ આતંકી હુમલાનો ભોગ બનેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા તથા આ માટે પાકિસ્તાન સરકાર વિરુદ્ધ દેખાવો કરવા અને ન્યાયની માંગણી માટે આપણે  સહુ ભેગા થયા છીએ.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:12 pm IST)