Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ઈન્ડો અમેરિકન પ્રેસ ક્લબ ( IAPC ) ના ઉપક્રમે ઇન્ટરનેશનલ મીડિયા કોન્ફરન્સનું આયોજન કરાયું : વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં રિપબ્લિક તથા ડેમોક્રેટિક ઉમેદવારો , કોમ્યુનિટી લીડર્સ ,ફીઝીશિયન્સ,સહિત અગ્રણીઓ પેનલ ડિસ્કશનમાં જોડાયા : TV Asia.news એન્કર ડો.રેની મેહરાએ સંચાલન કર્યું

ન્યુયોર્ક : તાજેતરમાં 18 ઓક્ટોબર 2020 ના રોજ ઈન્ડો અમેરિકન પ્રેસ ક્લબ ( IAPC ) ના ઉપક્રમે ઇન્ટરનેશનલ મીડિયા કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. આ   વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં રિપબ્લિક તથા ડેમોક્રેટિક ઉમેદવારો , કોમ્યુનિટી લીડર્સ ,ફીઝીશિયન્સ,સહિત અગ્રણીઓ પેનલ ડિસ્કશનમાં જોડાયા હતા.જેનું સંચાલન TV Asia. .news ઍન્કર ડો.રેની મેહરાએ કર્યું હતું.

પેનલમાં રિપબ્લિકન પાર્ટી વતી વર્જિનિયા લેફ્ટ.ગવર્નર ઉમેદવાર શ્રી પુનિત આહલુવાલિયા ,નેશનલ રિપબ્લિકન પાર્ટી કન્વેનશનના રિપબ્લિકન ડેલિગેટ  ડો.સંપત શિવાંગી ,ડો આનંદ તમહાનકર , તથા ડેમોક્રેટ પાર્ટીના પ્રતિનિધિઓ તરીકે કનેક્ટીકટ સ્ટેટ એસેમ્બલી કેન્ડિડેટ સુશ્રી સુજાતા ગડકર ,વિમેન લીડર ડો.હેતલ ગોર ,ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન્સ પ્રેસિડન્ટ શ્રી અનિલ બંસલ ,જોડાયા હતા.

બંને પાર્ટીના પ્રતિનિધિઓએ પોતાની પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવારની પોલિસીઓ ,હેલ્થ કેર ,વિઝા ,ઇમિગ્રન્ટ્સ પ્રશ્નો ,એજ્યુકેશન ,કોવિદ -19 સહિતના પ્રશ્ને મંતવ્યો વ્યક્ત કર્યા હતા.

આ વર્ચ્યુલ કોન્ફરન્સ સમગ્ર વિશ્વના અનેક લોકોએ જોઈ હતું તેવું યુએનએન દ્વારા જાણવા મળે છે.

(8:56 pm IST)