Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ગાયત્રી તીર્થ શાંતિ કુંજ ' ગોલ્ડન જયુબેલી ઉજવણી ' : ગાયત્રી ચેતના સેન્ટર ન્યૂજર્સીના ઉપક્રમે 17 જુલાઈ રવિવારના રોજ 108 કુંડ મહાયજ્ઞનું આયોજન : મહાયજ્ઞમાં ન્યુજર્સી ,ન્યુયોર્ક ,ફિલાડેલ્ફિયા ,બેંસલેમ તથા આજુબાજુના રાજ્યોમાંથી ગાયત્રી પરિવારના પરિજનો બે હજારથી વધુ સંખ્યામાં ઉપસ્થિત રહેશે : યજ્ઞમાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવેલ નથી : બપોરે 1-00 કલાકે યજ્ઞની પુર્ણાહુતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી , અને માતાશ્રી ભગવતી દેવીની પ્રેરણા અને સૂક્ષ્મ માર્ગદર્શન થકી પ્રમુખશ્રી શ્રદ્ધેય ડો.પ્રણવ પંડ્યાજી , તથા શ્રદ્ધેયા શૈલ જીજીના આશીર્વાદ સહ ન્યુજર્સી સ્થિત ગાયત્રી ચેતના સેન્ટર ( GCC ) piscataway શહેરમાં 13 મો મહાયજ્ઞ -108 કુંડ મહાયજ્ઞનું આધ્યાત્મિક આયોજન થઇ રહેલ છે.

17 જુલાઈ રવિવારના રોજ સવારના 10 કલાકે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના શાંતિ કુંજ હરિદ્વારથી ખાસ પધારેલ સંત વૃંદ દ્વારા હિન્દૂ ધર્મના વૈદિક શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વિધિ ગાન મુજબ 108 કુંડી મહાયજ્ઞનું આયોજન હાથ ધરાયેલ છે.

ગાયત્રી ચેતના સેન્ટર ( GCC ) piscataway દ્વારા આયોજિત યજ્ઞમાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવેલ નથી.આ મહાયજ્ઞમાં ભાગ લેવા માટે ન્યુજર્સી ,ન્યુયોર્ક ,ફિલાડેલ્ફિયા ,બેંસલેમ તથા આજુબાજુના રાજ્યોમાંથી ગાયત્રી પરિવારના પરિજનો બે હજારથી વધુ સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે.યજ્ઞમાં ભાગ લેવા માટે ગાયત્રી મંદિરના ફોન (732 ) 357-8200 દ્વારા સંપર્ક સાધીને નામ નોંધાવવા નમ્ર વિનંતી કરવામાં આવે છે.

મહાયજ્ઞની પુર્ણાહુતી બપોરના 1-00 કલાકે કરવામાં આવશે.ત્યારબાદ મહાપ્રસાદની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે.ગાયત્રી મંદિર piscataway દ્વારા હિન્દૂ સંસ્કૃતિને ધબકતી રાખવા માટે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહેલ છે.

108 કુંડ મહાયજ્ઞમાં ઉપસ્થિત પરિજનો ન્યુજર્સી રાજ્યમાં શાંતિ કુંજથી પધારેલ vishwa prakash tripathiji and omkarlal patidarji સંત સાનિધ્યના દર્શનનો લાભ પ્રાપ્ત થશે.

ગાયત્રી ચેતના સેન્ટર દ્વારા ' રામ સ્મૃતિ ઉપવન ' ( accupressure park ) એક્યુપ્રેસર પાર્ક બનાવવાનું કાર્ય મંદિરના પરિસરમાં જ શરૂ થઇ ગયેલ છે.જેનો લાભ તમામ માટે ખુબ જ લાભદાયી નીવડશે .

GCC સેન્ટર દ્વારા હિન્દૂ ધર્મની સંસ્કૃતિને ધબકતી રાખવા માટે નાના બાળકોથી માંડીને મોટી ઉંમરની વ્યક્તિઓને લાભ થાય તેવી અનેક પ્રવૃત્તિઓ હાથ ધરી રહેલ છે. નાના બાળકો માટે વૈદિક શિક્ષણ ,યજ્ઞ ,સંસ્કાર ,હવન ,ગરબાનું આયોજન ,હોળી -ધુળેટીનું આયોજન ,ન્યુજર્સી સ્થિત ગાયત્રી મંદિર piscataway દ્વારા કરવામાં આવે છે.108 કુંડ મહાયજ્ઞના આયોજન માટે GCC સેન્ટરના 100 થી વધુ સ્વયંસેવકોની ટીમનું આયોજન દાદ માંગી લે તેવું અવિસ્મરણીય બની રહેશે.વધુ માહિતી સંસ્થાની વેબસાઈટ WWW.GAYATRI CENTER .ORG અથવા (732) 357-8200 દ્વારા મેળવી શકાશે.

(12:00 am IST)