Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

યુ.એસ.માં મેસ્‍સેચ્‍યુએટસના ૩જા ડીસ્‍ટ્રીકટના કોંગ્રેસના ઉમેદવાર શ્રી અભિજીત દાસનું ચૂંટણી કમ્‍પેન પૂરજોશમાં : ડીસેં. ૨૦૧૭ના કવાર્ટર સુધીમાં ૪ લાખ ૨૫ હજાર ડોલરનું ફંડ ભેગુ થઇ ગયું

મેસ્‍સેચ્‍યુએટસ : યુ.એસ.માં મેસ્‍સેચ્‍યુએટસના ૩જા ડીસ્‍ટ્રીકટમાંથી કોંગ્રેસના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી અભિજીત દાસનું ચૂંટણી કમ્‍પેન પૂર જોશમાં ચાલી રહયું હોવાનું જાણવા મળે છે. ૧૬ જાન્‍યુ. ૨૦૧૮ના રોજ તેમણે જણાવ્‍યા મુજબ ચૂંટણી કમ્‍પેન માટે ડીસે. ૨૦૧૭ સુધીમાં ૪ લાખ ૨૫ હાજર ડોલરનું ફંડ ભેગું થઇ ગયું છે. તેમજ ૨૦૧૭ ની સાલના છેલ્લા કવાર્ટરમાં મળેલી રકમ નાના ડોનરો દ્વારા મળી છે. જે વ્‍યકિતદીઠ ૨૦૦ ડોલર કરતાં પણ ઓછી છે. આમ તેમને વિશાળ સંખ્‍યામાં નાની રકમનું ડોનેશન મળતા તેઓ વધુ ખુશ હોવાનું જણાવ્‍યું હતું.

તેમણે ડેમોક્રેટ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જે માટે ૮ ઉમેદવારો વચ્‍ચે સ્‍પર્ધા છે.

(9:48 pm IST)