Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન ડો.અજય લોધાને IAPC એ શ્રદ્ધાંજલિ આપી : પરિવારજનોને આશ્વાસન પાઠવ્યું : જાનની પરવા કર્યા વિના લોકોને કોરોના સામે રક્ષણ અપાવ્યું : છેલ્લા એક મહિના દરમિયાન પોતે કોરોનનો ભોગ બન્યા : લોકો માટે શહીદ થનાર રાજપૂત યોદ્ધાને વોરંટીઅર હીરો ગણાવ્યા

ન્યુયોર્ક : તાજેતરમાં ' ઈન્ડો અમેરિકન પ્રેસ ક્લ્બ ' ( IAPC )  ના ઉપક્રમે ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન ડો.અજય લોધાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તથા તેના પરિવારજનોને આશ્વાસન પાઠવ્યું હતું.

આ તકે ' ઈન્ડો અમેરિકન પ્રેસ ક્લ્બ ' ( IAPC )  ના ચેરમેન જોસેફ ચલીલે જણાવ્યું હતું કે આ રાજપૂત યોદ્ધાએ કોમ્યુનિટીના રક્ષણ માટે જાનની પરવા કર્યા વિના સેવાઓ આપી અને અંતે પોતે કોરોનનો ભોગ બન્યા.તેમની આ શહીદીને લોકો હંમેશા યાદ રાખશે.તેમણે ડો.અજયને શ્રદ્ધાંજલિ આપી હતી  તથા વોરંટીઅર હીરો ગણાવ્યા હતા તથા તેમના પરિવારને આશ્વાસન પાઠવ્યું હતું.  તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(7:29 pm IST)
  • મોડી રાત્રે કાશ્મીરના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. વધુ વિગત મેળવાય રહી છે. access_time 1:09 am IST

  • સુરેન્દ્રનગર: ગેબનશાપીર સર્કલ પાસેથી 21 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. access_time 1:14 am IST

  • એસટી તંત્રનો મોટો નિર્ણંય : રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂને લઇને S.T વિભાગે તમામ રિઝર્વેશન ટિકિટ રદ્દ કરી: હવે મુસાફરોને બસની અંદર જ ટિકિટ લેવી પડશે access_time 11:59 pm IST