Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

અમે જો બિડનને અમેરિકાના પ્રેસિડન્ટ ગણતા નથી : જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી અભિનંદન આપવાની વાત માત્ર ઔપચારિક ગણાય : રશિયાના પ્રેસિડન્ટ પુતિનની સ્પષ્ટતા

મોસ્કો : અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનને રશિયાના પ્રેસિડન્ટ પુતિને હજુ સુધી અભિનંદન કેમ ન આપ્યા તેની સ્પષ્ટતા થઇ ગઈ છે.જે મુજબ પુતિને એક ટી.વી.પ્રસારણ દરમિયાન જણાવ્યું હતું કે જો બિડન હજુ સત્તાવાર રીતે પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા નથી.ત્યાં સુધી અભિનંદન આપવાની વાત માત્ર ઔપચારિક ગણાય .તેમજ તેઓને પ્રેસિડન્ટ તરીકે ગણી શકાય નહીં.

ઉલ્લેખનીય છે કે જો બીડને રશિયા ઉપર આક્ષેપ કર્યો હતો કે તેણે 2016 ની સાલમાં અમેરિકાના પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો.તથા ડોનાલ્ડ ટ્રમ્પને મદદ કરી હતી.જેના અનુસંધાને બિડન સાથેના રશિયાના સબંધો વિવાદાસ્પદ બન્યા છે.

(12:30 pm IST)