Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

હિન્દુ એકતા દિવસ : હિંદુ સ્વયંસેવક સંઘ (HSS) હ્યુસ્ટન ચેપટર દ્વારા 18 મો વાર્ષિક હિન્દુ એકતા દિવસ ઉજવાયો : ઇસ્કોન મંદિર ખાતે કરાયેલી ઉજવણીમાં 50 થી વધુ હિન્દુ સંગઠનો જોડાયા : નવી પેઢીને હિન્દૂ સંસ્કૃતિથી વાકેફગાર કરવાનો હેતુ

હ્યુસ્ટન: હિંદુ સ્વયંસેવક સંઘ યુએસએ (HSS) ના હ્યુસ્ટન પ્રકરણે તેનો 18મો વાર્ષિક હિંદુ એકતા દિવસ શનિવાર, 27 ઓગસ્ટ, હ્યુસ્ટનના ઇસ્કોન મંદિર ખાતે યોજ્યો હતો. આ સંમેલનમાં 50 થી વધુ હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

HSS 2005 થી અન્ય ધાર્મિક સંગઠનો સાથે હિંદુ એકતા દિવસની ઉજવણીમાં સહયોગ કરી રહ્યું છે. હિંદુ એકતા દિવસ એકબીજાના અનુભવો શેર કરવાની, શીખવાનો સાથોસાથ કાર્ય કરવાનો અને નવી પેઢીને નેતૃત્વ પૂરું પાડવા માર્ગદર્શન આપે છે.વર્ષોથી, હિંદુ એકતા દિવસ "સમુદાય આઉટરીચ", "સિનેર્જિંગ સેવા પ્રવૃત્તિઓ" અને "સેકન્ડ જનરેશન હિંદુ યુવા નેતૃત્વ બનાવવા" સંબંધિત વિષયોને આવરી લે છે.

આ પ્રસંગે HSS ના હોદ્દેદારો સહીત ધાર્મિક અગ્રણીઓએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)