Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

સિંધી ,તથા બ્લોચ માનવ અધિકાર સંગઠને પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવ્યા : યુ.એન.ની બેઠકમાં ઇમરાનખાન ભારતમાં લઘુમતી કોમ સલામત ન હોવાની બાંગ પોકારતા હતા : સામે પક્ષે યુ.એન.બહાર તેમના જ દેશના લઘુમતી સંગઠનો માનવ અધિકારોની સુરક્ષા માટે સૂત્રો પોકારી રહ્યા હતા

જીનીવા : જીનીવા મુકામે ચાલી રહેલી 75 મી પરિષદમાં પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાન ભારત વિરુદ્ધ ઝેર ઓકતા હતા તથા ભારતમાં લઘુમતી કોમ સલામત નથી તેવી બાંગ પોકારતા હતા.પરંતુ બરાબર આ સમયે જ તેમની વિરુદ્ધ તેમના દેશના જ લઘુમતી સંગઠનો સિંધી તથા બ્લોચ માનવ અધિકાર સમિતિના આગેવાનો સૂત્રો પોકારતા હતા.તથા પાકિસ્તાનમાં લઘુમતી કોમના માનવ અધિકારોનું રક્ષણ થતું નથી તેવા સૂત્રો પોકારતા હતા.
આ આગેવાનોએ પાકિસ્તાનમાં લઘુમતી કોમ વિરુદ્ધ આચરાઈ રહેલા અત્યાચાર બંધ કરાવવા યુ.એન સમક્ષ માંગણી કરી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:57 am IST)