Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

પાકિસ્તાનમાં ઇશ નિંદાના આરોપસર મુસ્લિમ શખ્સને ફાંસીની સજા : 3085 ડોલર ( અંદાજે 5 લાખ પાકિસ્તાની રૂપિયા ) નો દંડ

પેશાવર : પાકિસ્તાનમાં ઇશ નિંદાના આરોપસર મુસ્લિમ શખ્સને ફાંસીની સજા ફરમાવાઈ છે.તથા 3085 ડોલર ( અંદાજે 5 લાખ પાકિસ્તાની રૂપિયા ) નો દંડ કરાયો છે.
પ્રાપ્ત માહિતી  મુજબ પંજાબ પ્રાંતના લાયાહ જિલ્લામાં રહેતા અમીન નામના શખ્સની ઈશ નિંદાના આરોપસર થોડા વર્ષો પહેલા ધરપકડ કરવામાં આવી હતી.જેના પાડોશીએ તેના ઉપર ઈશ નિંદાનો આરોપ લગાવ્યો હતો.
જોકે આ અગાઉ એક ઈસાઈ શખ્સને આવા  કારણસર ફરમાવાયેલી ફાંસીની સજા હાઇકોર્ટે રદ કરી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:31 pm IST)