Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

' મિસ વર્લ્ડ અમેરિકા ' : 2020 ની સાલ માટે યોજાયેલી વર્ચ્યુઅલ સૌંદર્ય સ્પર્ધામા ઇન્ડિયન અમેરિકન યુવતી માન્યા સારસ્વત ટોપ 5 માં : 6 ઇન્ડિયન અમેરિકન યુવતીઓએ ટોપ 10 માં સ્થાન મેળવ્યું

વોશિંગટન : અમેરિકામાં યોજાયેલી 2020 ની સાલ માટેની ' મિસ  વર્લ્ડ અમેરિકા ' સૌંદર્ય સ્પર્ધામાં ઇન્ડિયન અમેરિકન યુવતી માન્યા સારસ્વતએ ટોપ 5 માં સ્થાન મેળવ્યું છે.
કુલ 28 યુવતીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો જે પૈકી 6 ઇન્ડિયન અમેરિકન યુવતીઓએ ટોપ ટેન માં સ્થાન મેળવ્યું હતું.
આ યુવતીઓમાં સૌમ્યા ઉપરાંત સીરીન સિંઘ , મંજુ બેંગલોરી ,શ્રી સૈની ,સહીત કુલ 6 ઇન્ડિયન અમેરિકન યુવતીઓ તથા એક બાંગ્લાદેશી યુવતીએ પણ સ્થાન મેળવ્યું હતું.
પ્રથમ ક્રમે એટલેકે ' મિસ  વર્લ્ડ અમેરિકા 2020   ' નું  બિરુદ મેળવનાર તરીકે ન્યુયોર્કની યુવતી એલિસા એન્ડરેગ સદભાગી બની હતી.

(6:00 pm IST)