Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ભારતમાંથી દતક લેવાયેલી ૩ વર્ષીય માસુમ પુત્રી શેરીનનું મોત ઇરાદાપૂર્વક તથા ઘાતક હથિયાર વડે કરાયું હોવાનો આરોપ : યુ.એસ.માં ટેકસાસ સ્‍થિત પાલક પિતા વેસ્‍લે મેથ્‍યુને મોતની સજા ફરમાવવા પ્રોસીકયુટરની ભલામણ

ટેકસાસ : ભારતના બિહારમાંથી દતક લેવાયેલી ૩ વર્ષની માસુમ બાળકી શેરીનને તેના યુ.એસ.ના ટેકસાસ સ્‍થિત પિતા વેસ્‍લે મેથ્‍યુએ ૭ ઓકટો. ૨૦૧૭ના રોજ ઇરાદાપૂર્વક કોઇ હથિયારનો ઉપયોગ કરી મોતને ઘાટ ઉતારી હતી તેવો તેમના ઉપર આરોપ મુકયો છે.

દતક પુત્રીની હત્‍યા કરવાના આરોપસર જેલમાં ઘકેલાયેલ દંપતિ પૈકી પાલક પિતા ઉપર અત્‍યાર સુધી માસુમ ૩ વર્ષીય શેરીનની હત્‍યાનો આરોપ હતો. જે આરોપસર તેને આજીવન કેદ અથવા સજા એ મોત થઇ શકે છે. તેથી પ્રોસીકયુટરએ તેમને મોતની સજા આપવા ભલામણ કરી હતી. એટલું જ નહિં આ હત્‍યામાં કોઇ ઘાતકી હથિયાર પણ વપરાયુ હોવાનું અનુમાન છે. જો કે આ હથિયાર કયુ છે તે જણાવાયું નથી.

આમ પાલક પિતા વેસ્‍લે મેથ્‍યુને મોતની સજા માટેનો ગાળિયો મજબુત થતો જતો હોય તેવું લાગી રહયું હોવાનું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(9:13 pm IST)