Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

H-1B, TN, E-3, વર્ક વીઝા, ગ્રીન કાર્ડ મેરેજ સહિતની માહિતિ અપાશે : યુ.એસ.ના કેલિફોર્નિયામાં ૨૮ ડિસેં. ૨૦૧૭ ના રોજ ‘‘ફ્રી ઇમિગ્રેશન ફોરમ'' ના ઉપક્રમે કરાયેલું આયોજન

કેલિફોર્નિયા : ‘‘ફ્રી ઇમીગ્રેશન ફોરમ'' ના ઉપક્રમે આગામી ૨૮ ડિસેં. ૨૦૧૭ ગુરૂવારના રોજ વીઝા વિષયક માહિતી આપવા સેમિનારનું આયોજન કરાયું છે.

બ્રુકહર્સ્‍ટ કોમ્‍યુનીટી સેન્‍ટર, ૨૨૭૧, ક્રિસન્‍ટ એવ, અનાહેમ, કેલિફોર્નિયા મુકામે સાંજે ૬ થી ૮ વાગ્‍યા દરમિયાન યોજાનારા સેમિનારમાં H-1B, TN, E-3, ગ્રીન કાર્ડ મેરેજ, ફેમિલી વીઝા, એમ્‍પલોયમેન્‍ટ સ્‍પોન્‍સરશીપ ફોર ગ્રીન કાર્ડ વીઝા, વર્ક વીઝા સહિતની બાબતે માહિતિ અપાશે.

સેશનમાં જોડવા માટે કોઇ ફી રાખવામાં આવી નથી.ે લીમીટેડ સીટ હોવાથી અગાઉથી ઇમેલ admin@globallawcenters દ્વારા અથવા કોન્‍ટેક નં. (૭૧૪) ૬૫૭-૭૪૬૦ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(10:05 pm IST)