Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

યુ.કે.ની વસતિ ગણતરીમાં શીખ કોમ માટે અલગ ખાનું રાખો : શીખ ફેડરેશન દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશન મામલે સુનાવણી શરૂ : છેલ્લી ઘડીના ફેરફારથી પ્રજા ઉપર 2411 કરોડનો બોજો આવશે : માર્ચ 2021 માં થનારી વસતિ ગણતરીમાં વિલંબ થશે : સરકારની દલીલ

લંડન : યુ.કે.માં થનારી વસતિ ગણતરીમાં શીખ કોમ માટે અલગ ખાનું રાખવા શીખ ફેડરેશન દ્વારા કરાયેલી પિટિશનના અનુસંધાને  હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થઇ ગઈ છે.
સુનાવણીમાં  સરકાર વતી કરાયેલી દલીલમાં  જણાવાયું હતું કે march 2021 માં  થનારી વસતિ ગણતરીનું કામ છેલ્લા એક વર્ષથી ચાલુ છે. છે.અને હવે તેમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરી નવું ખાનું  ઉમેરવામાં આવે તો સરકાર ઉપર 2411  કરોડ રૂપિયા જેટલો ખર્ચ આવી શકે છે. જે પ્રજાના નાણાંનો વ્યય ગણાશે તેમજ  કામગીરીમાં વિલંબ પણ થઇ શકે છે.

(8:04 pm IST)