Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

‘‘ઇન્‍ડો અમેરિકન ચેરીટી ફાઉન્‍ડેશન (IACF)'': અમેરિકાના હયુસ્‍ટનમાં છેલ્લા ૩ દાયકાથી સેવાકીય ક્ષેત્રે કાર્યરત સંસ્‍થાઃ હરિકેન વાવાઝોડાગ્રસ્‍ત પ્રજાજનો માટે ૨ લાખ ડોલરનો ચેક મેયરફંડમાં આપ્‍યો

હયુસ્‍ટનઃ યુ.એસ.ના હયુસ્‍ટનમાં હરિકેન વાવાઝોડાએ મચાવેલા હાહાકારના ૭ સપ્તાહ પછી પણ અમુક મકાનોના છાપરા તથા છત હજુ પણ જોખમી અવસ્‍થામાં છે. આવા મકાનોમાં રહેતા લોકોને મદદરૂપ થવા માટે હયુસ્‍ટનમાં સેવાકીય ક્ષેત્રે કાર્યરત ‘‘ઇન્‍ડો અમેરિકન ચેરીટી ફાઉન્‍ડેશન'' (IACF)એ ગયા મહિને એકત્ર કરેલા ૨ લાખ ડોલરનો એક તાજેતરમાં મેયરશ્રી વિલ્‍વેસ્‍ટર ટર્નરને ૫ ફેબ્રુ.ના રોજ એનાયત કર્યો હતો.

આ ૨ લાખ ડોલરની રકમમાં વિશેષ યોગદાન આપનાર દાતાઓ શ્રી સ્‍વતંત્ર જૈન કે જેમણે ૫૦ હજાર ડોલરનું ડોનેશન આપ્‍યું હતું. તેઓ તથા તેમના પત્‍ની સુશ્રી બિમલા ચિફ ગેસ્‍ટ તરીકે હાજર રહ્યા હતા. ઉપરાંત ડો.યોથુરીએ ૨૫ હજાર ડોલર તથા શ્રી સ્‍વટનીલ અગરવાલએ ૧૦ હજાર ડોલર આપવાની ઘોષણા કરી હતી. આ પ્રસંગે ૬૦૦ ઉપરાંત લોકોએ હાજરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે  IACF જુદા જુદા ક્ષેત્રો જેવા કે એજ્‍યુકેશન, હેલ્‍થકેર, સ્‍કોલરશીપ, ભૂખ્‍યાને ભોજન, તથા વિનામૂલ્‍યે આરોગ્‍ય સેવાઓ ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને નાણાંકીય સહાય આપવી સહિતના ક્ષેત્રોમાં છેલ્લા ૩ દાયકાથી કાર્યરત છે. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:15 pm IST)