Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

યુ.એસ.માં સન્‍નીવલે હિન્‍દુ ટેમ્‍પલમાં ઉજવાનારા ધાર્મિક ઉત્‍સવો : ર૩ ડિસેં. ૨૦૧૭ ના રોજ શ્રી લક્ષ્મી નરસિંહ અભિષેકમ, જગન્‍નાથ પૂજા, સુંદરકાંડ પારાયણ, અર્ચના, આરતી તથા પ્રસાદ : ૨૮ ડિસેં. ગુરૂવારે વૈકુંઠ એકાદશી ઉજવાશે

સન્‍નીવલે : યુ.એસ.માં સન્‍નીવલે હિન્‍દુ ટેમ્‍પલ ૪૫૦, પર્સિઅન ડ્રાઇવ, સન્‍નીવલે કેલિફોનિયા મુકામે ૨૩ ડિસેં. ૨૦૧૭ શનિવારના રોજ સવારે ૧૦ વાગ્‍યે શ્રી લક્ષ્મી નરસિંહ અભિષેકમનું આયોજન કરાયું છે. બાદમાં સવારે ૧૧ કલાકે શ્રી જગન્‍નાથ પૂજા, તથા બાદમાં શ્રી સુંદરકાંડ પારાયણ, અર્ચના,  આરતી તથા બપોરે ૨ વાગ્‍યે પ્રસાદનું આયોજન કરાયું છે.

૨૮ ડિસેં. ૨૦૧૭ ગુરૂવારના રોજ મંદિરમાં વૈકુંઠ એકાદશી ઉજવાશે. જે અંતર્ગત શ્રી વેંકટેશ્વર અભિષેકમ થશે. બાદમાં વિષ્‍ણુ સહષાનામ પારાયણ, વૈકુંઠ દ્વારા દર્શન, આરતી તથા પ્રસાદનું આયોજન કરાયું છે. વિશેષ માહિતિ માટે કોન્‍ટેકટ નં. (૪૦૮)૭૩૪-૪૫૫૪ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:12 pm IST)