Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ચીન સરકારે 2016 ની સાલમાં વન ચાઈલ્ડ પોલિસી રદ કર્યા પછી બે બાળકો પેદા કરવાની છૂટ આપી હતી : અને હવે 2021 માં ત્રણ બાળકો સુધી મંજૂરી : વૃદ્ધોની વધી રહેલી વસતિ અને યુવાનોની સંખ્યામાં થઇ રહેલા ઘટાડાથી સરકારે નવી નીતિ અપનાવી

બેજિંગ : 141 કરોડની વસતિ ધરાવતા ચીન દેશમાં 2016 ની સાલ સુધી દસકાઓ જૂની વન ચાઈલ્ડ પોલિસી અમલી હતી. જેમાં ફેરફાર કરી બે બાળકો સુધી મંજૂરી આપવામાં આવી હતી. અને હવે 2021ની સાલમાં માં ત્રણ બાળકો પેદા કરવાની મંજૂરી આપવામાં આવી છે.દેશમાં વધી રહેલી વૃદ્ધોની વસતિ અને યુવાનોની સંખ્યામાં થઇ રહેલા ઘટાડાથી સરકારે નવી નીતિ અપનાવી હોવાનું જાણવા મળે છે.

ચીનની સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીએ  જાહેર કરેલી નવી ચાઈલ્ડ પોલિસી મુજબ ત્રણ બાળકો પેદા કરવાથી માતા પિતા ઉપર બોજો વધવાના ડરને દૂર કરવા બાળકોના  શિક્ષણ, રોજગારી અને રહેણાંક માટે પણ ડ્રેગન મદદ કરશે.
ઉલ્લેખનીય છે કે વિશ્વમાં સૌથી વધુ વસતિ ધરાવતાચીન દેશની જૂની વન ચાઈલ્ડ પોલિસીને કારણે છેલ્લા ત્રણ દસકામાં 40 કરોડ બાળકોનો જન્મ થતો અટક્યો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(11:06 am IST)