Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

' ઝંડા ઊંચા રહે હમારા ' : અમેરિકાના ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં15 ઓગસ્ટના રોજ ત્રિરંગો લહેરાવાયો : FIA આયોજિત 75 મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે સૌથી નાના ગ્રાન્ડમાસ્ટર અભિમન્યુ મિશ્રાનું સન્માન કરાયું

ન્યુયોર્ક : ભારતનો 75 મો સ્વતંત્રતા દિવસ ન્યુયોર્કમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ ( FIA ) ન્યુ યોર્ક, ન્યુ જર્સી અને કનેક્ટિકટના ઉપક્રમે ઉજવાઈ ગયો. આ તકે 15 મી ઓગસ્ટ 2921 ના રોજ ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં ત્રિરંગો લહેરાવાયો હતો.તથા 75 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે સૌથી નાના ગ્રાન્ડમાસ્ટર અભિમન્યુ મિશ્રાનું સન્માન કરાયું હતું.

આ વર્ષે સૌથી મોટો તિરંગો આઇકોનિક ડેસ્ટિનેશન પર ફરકાવવામાં આવ્યો હતો, એક ન્યૂઝ રિલીઝ મુજબ, 6 ફૂટ બાય 10 ફુટનો ધ્વજ 25 ફૂટના ફ્લેગ પોલ પર ફરકાવ્યો હતો.

ઉજવણીની શરૂઆત અમેરિકન રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી રણધીર જયસ્વાલે ભારતીય રાષ્ટ્રગીતના ગાન વચ્ચે ત્રિરંગો ફરકાવ્યો હતો, જેમાં સેંકડો ભારતીય અમેરિકન સમુદાયના લોકો જોડાયા હતા.

શ્રી જયસ્વાલે ભારતીય સમુદાય, ભારતના મિત્રો અને દેશ સાથે "જેઓ ગાઢ રીતે જોડાયેલા છે તેમના પ્રત્યે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ ઉજવણીનું નેતૃત્વ કરવા માટે તેમણે ભારતીય અમેરિકન સમુદાય અને ખાસ કરીને FIA નો આભાર માન્યો હતો.

શ્રી જયસ્વાલે સૌથી નાના ગ્રાન્ડમાસ્ટર ન્યૂ જર્સીના અભિમન્યુ મિશ્રાનું સન્માન કર્યું હતું.  જે હવે ચેસના ઇતિહાસમાં સૌથી નાની વયના ગ્રાન્ડમાસ્ટર છે. મિશ્રાને બ્રુકલિન બરો પ્રમુખ એરિક એડમ્સના કાર્યાલયમાંથી પણ પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યું હતું.

એફઆઈએ પ્રમુખ અનિલ બંસલે યુ.એસ.માં રહેવાનો લહાવો ગણાવ્યો હતો જ્યાં ભારતીયોને અમેરિકન નાગરિક તરીકે આપણા ઇતિહાસ, સંસ્કૃતિ અને  માતૃભૂમિ પ્રત્યેના પ્રેમની ઉજવણી કરી શકવાની આઝાદી છે.

આ તકે કોન્સ્યુલ જનરલ શ્રી જયસ્વાલ ઉપરાંત, એફઆઈએના ચેરમેન શ્રી અંકુર વૈદ્ય, ડેપ્યુટી સીજીઆઈ-ન્યૂયોર્ક શ્રી શત્રુઘ્ન સિન્હા , કેપ્ટન શ્રી અમનદીપ સિંહ સંધુ, FIA બોર્ડના સભ્ય શ્રી આનંદ પટેલ; ન્યૂ યોર્ક સિટી કાઉન્સિલમાં જેક્સન હાઇટ્સના પ્રતિનિધિ ડેનિયલ ડ્રોમ; અને ક્વીન્સ-ન્યૂયોર્કના જિલ્લા નેતા સુશ્રી નીતા જૈનએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(8:18 pm IST)