Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ઇન્ડો-અમેરિકન કલ્ચરલ ફાઉન્ડેશન ઓફ સેન્ટ્રલ જર્સી (IACFNJ) ના ઉપક્રમે 13 ઓગસ્ટ 2021 ના રોજ ભારતનો 74 મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો : વડતાલ ધામ મંદિર ,સાઉથ બ્રન્સવિક ,ન્યુજર્સી મુકામે કરાયેલી ઉજવણીમાં અમેરિકા તથા ભારતના રાષ્ટ્રગીતનું ગાન , દેશભક્તિ સભર ગીતો ,ડાન્સ ,તથા સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર : 400 ઉપરાંત ઉપસ્થિતો ભાવવિભોર : આગામી 22 ઓગસ્ટ 2021 રવિવારના રોજ સમર પિકનિકનું આયોજન

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : તાજેતરમાં13 ઓગસ્ટ 2021 ના રોજ ઇન્ડો-અમેરિકન કલ્ચરલ ફાઉન્ડેશન ઓફ સેન્ટ્રલ જર્સી (IACFNJ)ના ઉપક્રમે ભારતનો  74 મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાઈ ગયો. બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન વડતાલ ધામ મંદિર ,સાઉથ બ્રન્સવિક ,ન્યુજર્સી મુકામે કરાયેલી ઉજવણીમાં 400 ઉપરાંત ભારતીયો હાજર રહ્યા હતા.

છેલ્લા 10 વર્ષથી કોમ્યુનિટીના સહકાર સાથે ઉજવાઈ રહેલા આ ઉત્સવમાં 2021 ની સાલમાં IACFNJ એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા કરાયેલી ઉજવણી અંતર્ગત દેશભક્તિ સભર ગીતો , મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમો ,પરંપરાગત ડાન્સ ,ડી.જે.તથા મ્યુઝિકના સથવારે ઉપસ્થિતો રસ તરબોળ થઇ ગયા હતા. તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ સાથે કરાયેલી આ ઉજવણીમાં મંદિરની બહારના ભાગમાં સહુ માટે ફૂડ સેમ્પલીંગની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઉજવણી દરમિયાન યુવા કલાકારો આરૂહી તથા આસનાએ સુંદર અને સુમધુર સ્વરોમાં અમેરિકા અને ભારતના રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.સ્થાનિક તથા રાજ્ય કક્ષાના મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્દબોધનો કર્યા હતા.સ્થાનિક ડાન્સ ગ્રુપના બાળકો તથા યુવા કલાકારોએ ડાન્સ સાથે દેશભક્તિ સભર ગીતોની રમઝટ બોલાવી હતી.સાઉથ બ્રન્સવિક મેયર ચાર્લી કાર્લે ,ડેપ્યુટી મેયર જો કામરોટ ,પૂર્વ મેયર મોન્ટગોમેરી ,તથા ન્યુજર્સી સ્ટેટ એસેમ્બલી કેન્ડિડેટ સદફ જાફર ,પૂર્વ કોંગ્રેસમેન તથા સેનેટ કેન્ડિડેટ માઈક પપ્પાસ ,સાઉથ બ્રન્સવિક સ્કૂલ બોર્ડ મેમ્બર માઈક મિચેલ ,સુશ્રી સ્મિથા રાજ , તથા શ્રી જોયસ મેહતા આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહાનુભાવોમાં શામેલ હતા.જેમણે સહુ ભારતીયોને સ્વાતંત્ર્ય પર્વના અભિનંદન પાઠવ્યા હતા.મંદિર મેનેજમેન્ટના વોલન્ટીયરસે IACFNJ ને પૂરતો સહકાર આપ્યો હતો.શ્રી રાકેશ પટેલ ,શ્રી કૌશલ રાવ ,શ્રી ઘનશ્યામ પુરાણી ,તથા શ્રી ધીરુભાઈ પટેલની ટીમએ સહુની ભાવભેર સરભરા કરી હતી. 

 

લાઈવ ડી.જે.તથા મ્યુઝિકની વ્યવસ્થા ડી.જે.આશિષ દ્વારા કરવામાં આવી હતી.મેંદી ટેટ્ટુ તથા અન્ય કાર્યક્રમો આ પ્રસંગનું આકર્ષણ બન્યા હતા.ન્યુજર્સી ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ દ્વારા વોલગ્રીન ફાર્મસીના સહકાર સાથે તમામ માટે વિનામૂલ્યે કોવિદ -19 રસી આપવાનું આયોજન કરાયું હતું. IndusTV  મીડિયા સ્પોન્સર હતા.આઇટીવી ગોલ્ડ ,પરીખ વર્લ્ડવાઇડ ,ટીવી એશિયા , મસાલા જંકશન ડોટ કોમ ,અકિલા ન્યુઝ ,દિવ્ય ભાસ્કર ,તિરંગા ,ગુજરાત દર્પણ ,રેડીઓ દિલ ,ગુજરાત સમાચાર ,સહિતના મીડિયા સ્પોન્સરનો સહકાર મળ્યો હતો.ઉજવણી સફળતા પૂર્વક સંપન્ન કરાવવા માટે સુશ્રી સુરભી અગરવાલ ,સુશ્રી નયના ગોએલ ,સુશ્રી ડિમ્પલ પટેલ ,સુશ્રી નિયતિ પટેલ ,તથા સુશ્રી કીર્તિ મહેતાએ જહેમત ઉઠાવી હતી.

છેલ્લી વસતિ ગણતરી મુજબ પચરંગી વસતિ ધરાવતા સાઉથ બ્રન્સવિકમાં 25 ટકા ઉપરાંત વસતિ સાઉથ એશિયનોની છે. જેમાં મોટા ભાગના ભારતીયો છે.

સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં સાઉથ બ્રન્સવિક ઉપરાંત નોર્થ બ્રન્સવિક ,ઇસ્ટ બ્રન્સવિક ,ફ્રેન્કલીન ,સમરસેટ , મોનરો ,પ્રિન્સેટોન ,પ્રિન્સેટોન જંકશન ,તથા વેસ્ટ વિન્ડસર સહીત આજુબાજુના વિસ્તારોમાંથી કોમ્યુનિટી મેમ્બર્સ શામેલ થયા હતા.નવી પેઢીને સાઉથ એશિયન સંસ્કૃતિથી વાકેફગાર કરવા  
IACFNJ દ્વારા છેલ્લા 15 વર્ષથી વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવે છે.જેમાં સમર પીકનીક ,નવરાત્રી ગરબા , તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન દ્વારા ભેગા કરાયેલા ફંડમાંથી દિવાળી , અને ક્રિસમસ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

IACFNJ ના ઉપક્રમે આગામી 22 ઓગસ્ટ રવિવારના રોજ સમર પિકનિકનું આયોજન કરાયું છે. જે મર્સર કાઉન્ટી પાર્ક , વેસ્ટ પીકનીક એરિયામાં સવારે 11 થી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે. સાઉથ બ્રન્સવિકમાં નવરાત્રી ગરબાનું આયોજન ઓક્ટોબર મહિનાની 8 ,9 ,15 , તથા 16 તારીખે કરવામાં આવ્યું છે.જે અંગે વિશેષ માહિતી ટૂંક સમયમાં જાહેર કરાશે.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તથા આગામી કાર્યક્રમો અંગેની વિશેષ માહિતી IACFNJ ની વેબસાઈટ www.IACFNJ.org  દ્વારા અથવા iacfnj@yahoo.com  ઉપર ઇમેઇલ મોકલી મેળવી શકાશે તેવું IACFNJ પ્રેસિડન્ટ ડો.તુષાર પટેલ ( કોન્ટેક નં 848 -391 -0499 ) ની યાદીમાં જણાવાયું છે.

(11:45 am IST)