Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

અમેરિકામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટે સંકટ : અનેક રાજ્યોમાં કોરોના સંક્ર્મણ વધ્યું : સંક્રમિત લોકોના મોતની સંખ્યામાં પણ વધારો નોંધાયો : મતદાન કેન્દ્રોમાં કર્મચારીઓની સંખ્યા ઘટવાની ભીતિ : ચૂંટણી આડે હવે બે સપ્તાહ જેટલો જ સમય બાકી

વોશિંગટન : અમેરિકામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણી આડે હવે બે સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે તેવા સંજોગોમાં દેશના અનેક રાજ્યોમાં કોરોના સંક્ર્મણ વધતા સંકટ સર્જાયું હોવાનું જાણવા મળે છે.  સાથોસાથ સંક્રમિત લોકોના મોતની સંખ્યામાં પણ વધારો નોંધાયો  છે.
પ્રાપ્ત માહિતી મુજબ આયોવા ,વિસ્કોસીન ,મિશિગન ,મિનેસોટા ,પેન્સિલવેનિયા ,તથા ઓહાયોમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો નોંધાયો છે.પરિણામે મતદાન કેન્દ્રો ઉપર પણ કર્મચારીઓની સંખ્યા ઘટી શકવાની નોબત ઉભી થઇ શકે છે.આથી મતદાન કેન્દ્રો ઉપર લાંબી લાઈન લાગે તેવી શક્યતા છે.તેથી અમુક જગ્યાએ વધુ મતદાન કેન્દ્રો ખોલવાનું વિચારાઈ રહ્યું છે. તેમજ મતદારોને વધુ સમય ફાળવવા માટે તૈયાર રહેવું પડશે તેવી સૂચના અપાઈ રહી હોવાનું  સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:41 am IST)
  • નરેન્દ્રભાઇની બિહાર રેલીઓમાં જંગી મેદની થશે : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બિહારની ચૂંટણીઓ માટે ૧૨ જંગી રેલીઓને સંબોધવાના છે. બિહાર ભાજપે આ રેલીઓ માટે ત્રણ મોટા જંગી મેદાનો અલગ તારવ્યા છે. એવી ધારણા છે કે પ્રત્યેક રેલીમાં એકાદ લાખ લોકોથી પણ વધુ જન સંખ્યા ઉમટી પડશે. (ન્યુઝ ફર્સ્ટ) access_time 2:47 pm IST

  • ન્યૂઝીલેન્ડ બન્યું વિશ્વનું પ્રથમ કોરોના વિહોણું રાષ્ટ્ર: વડાપ્રધાન જેસીન્ડા આરડર્ન જબ્બર બહુમતી સાથે બીજી વખત વડાપ્રધાનપદે આરૂઢ : વિશ્વના પ્રથમ કોરોના વિહીન રાષ્ટ્ર તરીકેનું માન ન્યૂઝીલેન્ડને ફાળે ગયું છે. તેના વડા પ્રધાન જેસીન્ડા આરડર્ન ન્યૂઝીલેન્ડની સામાન્ય ચૂંટણીઓમાં જબરજસ્ત જનમત મેળવી વિજેતા બની રહ્યા છે. તેઓ વધુ મતો સાથે બીજી ટર્મ માટે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન નિશ્ચિત બન્યા છે. access_time 5:07 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 74 લાખને પાર પહોંચ્યો : એક્ટિવ કેસ 8 લાખથી ઓછા : રિકવર થનારની સંખ્યા 65 લાખથી વધુ :રાત્રે 9 વાગ્યા સુધીમાં મૃત્યુઆંક 1,12 ,974 થયો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો access_time 9:47 pm IST