Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

સિંગાપોરમાં ભારતીય મૂળના યુવાન ઉપર કોવિદ -19 ના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ : જો આરોપ સાબિત થશે તો 10 હજાર સિંગાપોર ડોલરનો દંડ કરાશે તથા 6 મહિનાની જેલ પણ થઇ શકે

સિંગાપોર : સિંગાપોરમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના યુવાન 25 વર્ષીય પી.બાલચંદ્રન ઉપર  કોવિદ -19 ના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવાયો છે. જો  તેના ઉપરનો આ આરોપ પુરવાર થશે તો તેને 10 હજાર સિંગાપોર ડોલરનો દંડ કરાશે તથા 6 મહિનાની જેલ પણ થઇ શકે

પ્રાપ્ત વિગત મુજબ 23 મેં ના રોજ કોરોના વાઇરસના પરીક્ષણ માટે હોસ્પિટલમાં રિપોર્ટની રાહ જોયા વિના તે એરપોર્ટ પહોંચી ગયો હતો જ્યાં 4 કલાક રોકાયો હતો.અને ત્યાંજ સુઈ ગયો હતો.પરંતુ તે કોરોના સંક્રમિત જણાયો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:33 pm IST)