Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

' યંગ સાયન્ટિસ્ટ ચેલેન્જ ' : યુ.એસ.માં યોજાયેલી સ્પર્ધામા ભારતીય મૂળની કિશોરીએ વતનનું નામ રોશન કર્યું : પ્રથમ દસમા સ્થાન મેળવ્યું : કોવિદ -19 ના સંભવિત ઈલાજ માટે સંશોધન રજુ કરવા બદલ 25 હજાર ડોલરનું ઇનામ એનાયત


હ્યુસ્ટન : યુ.એસ.માં યોજાયેલી  ' યંગ સાયન્ટિસ્ટ ચેલેન્જ ' સ્પર્ધામાં ભારતીય મૂળની  કિશોરી અનિકા ચેબરો લુએ પ્રથમ દસમા સ્થાન મેળવ્યું છે. કોવિદ -19 ના સંભવિત ઈલાજ માટે સંશોધન રજુ કરવા બદલ તેને  25 હજાર ડોલરનું ઇનામ આપવામાં આવ્યું છે.
અમેરિકામાં  માધ્યમિક સ્કૂલોના સ્ટુડન્ટ્સ માટે યોજાયેલી આ વિજ્ઞાન  સ્પર્ધામાં  ભારતીય મૂળની  કિશોરી અનિકા ચેબરો લુએ ભાગ લીધો હતો. સ્પર્ધા મિનેસોટા સ્થિત 3એમ માસ્ક ઉત્પાદન કરતી કંપની દ્વારા યોજવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 4 કરોડનો આંક વટાવી ગઈ છે.આ સંજોગોમાં તેના ઉપર નિયંત્રણ મેળવવા અને ઈલાજ શોધવા વિશ્વભરના વૈજ્ઞાનિકો મથી રહ્યા છે.

 

(12:03 pm IST)
  • મધ્યપ્રદેશના પૂર્વ કોંગી મુખ્યમંત્રી કમલનાથે કરેલ હાલના શિવરાજસિંહ ચૌહાણ કેબીનેટના પ્રધાન ઈમારતીદેવી વિરૂદ્ધની 'આઈટમ'ની કોમેન્ટને વખોડી કાઢેલ છે અને કહ્યુ હતુ કે આ દુર્ભાગ્યપૂર્ણ છે access_time 5:50 pm IST

  • કોરોનાનો ચેપ લાગ્યાના બે-ત્રણ મહિના પછી પણ દર્દીમાં કોરોનાના ચિહ્નો જોવા મળે છેઃ ઓકસફર્ડ યુનિવર્સિટી : ઓકસફર્ડ યુનિવર્સિટીએ કહ્યું છે કે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા કોરોના ના દર્દીઓ, કોરોનાવાયરસનો ચેપ લાગ્યાના બે-ત્રણ મહિના પછી પણ કોરોનાના લક્ષણોનો અનુભવ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોને કોરોના થાય પછી શરીરના લેવાયેલ એમ.આર.આઈ. માં પણ કેટલીક વિસંગતતા જોવા મળી છે. જે માટે એવું મનાય છે કે કોરોનામાંથી બચી ગયેલા લોકોમાં સતત સોજાના.. ઈન્ફ્લેમેસન ના ચિહ્નોએ શરીરમાં થતા કેટલાક ફેરફારો સૂચવે છે. access_time 11:25 am IST

  • મહારાષ્ટ્રમાંથી દરરોજ 105 યુવતીઓ ગૂમ થાય છે : મોટાભાગની યુવતીઓ દેહ વ્યાપારમાં ઢસડાવા મજબુર : નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોનો ચોંકાવનારો અહેવાલ : ગૂમ થનારાઓની સંખ્યામાં 88 ટકા મહિલાઓ અને 6 ટકા બાળકો access_time 12:18 pm IST