Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

લંડનમાં બે શીખ યુવાનોએ તલવાર અને ચાકુથી ભયનું વાતાવરણ સરજી દીધું : 22 વર્ષીય સુખવીર સીંઘ ,તથા 29 વર્ષીય લકખા સીંઘની ધરપકડ

લંડન : લંડનમાં ધોળે દિવસે ભારતીય મૂળના બે શીખ યુવાનોએ તલવાર અને ચાકુ દ્વારા ભયનું વાતાવરણ સરજી  દીધું હતું.જેઓ એક વ્યક્તિને દબાવવાની કોશિશ કરી રહ્યા હોવાનું જણાયું હતું. પોલીસ આવી પહોંચતા 30 લોકો ખુલ્લા હથિયારો સાથે જોવા મળ્યા હતા. જે પૈકી બે શીખ યુવાનો  22 વર્ષીય સુખવીર સીંઘ ,તથા 29 વર્ષીય લકખા સીંઘને પકડવામાં પોલીસ સફળ રહી હતી.

બંને યુવાનોને સોમવારે કોર્ટમાં રજુ કરાયા હતા.જેમના ઉપર જાહેરમાં પ્રતિબંધિત હથિયારો સાથે પેશ થવા બદલ તેમજ ભયનું વાતાવરણ ઉભું કરવાનો આરોપ લગાવાયો છે.


 જોકે કોઈને પણ ઇજા થયાનું જાણવા મળ્યું નથી.

 

(9:17 pm IST)
  • સમાજની સારી સુખાકારી માટે કોઈપણ આંદોલન લાંબો સમય ચાલે તે હિતકારી નથી: આરએસએસના જનરલ સેક્રેટરી સુરેશ ભૈયાજીએ ભારપૂર્વક કહ્યું છે access_time 11:47 am IST

  • ' ખેતી કા ખૂન ' : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુકલેટ લોન્ચ કરી : નવા કૃષિ કાનૂનથી સમગ્ર દેશની ખેતી ઉપર ચારથી પાંચ કોર્પોરેટ ક્ષેત્રોનો કબજો આવી જશે : પત્રકાર પરિષદમાં સંબોધન કર્યું access_time 8:58 pm IST

  • કોગ્રેસની વકૅ કમીટીની બેઠક ૨૨ જાન્યુઆરીએ ઈન્ટરનેટ થ્રુ મળશે access_time 5:34 pm IST