Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સીમા વર્માએ મેડિકેર એડમિનિસ્ટ્રેટરના હોદ્દા ઉપરથી રાજીનામુ આપ્યું : ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન 4 વર્ષ સુધી સેવાઓ આપી : સહકાર આપનાર સહુનો આભાર માન્યો

વોશિંગટન : અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન મેડિકેર એન્ડ મેડીકેઈડ સર્વિસીસ એડમિનિસ્ટર તરીકે નિમાયેલા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સીમા વર્માએ 15 જાન્યુઆરીના રોજ ટવીટરના માધ્યમથી જાણ કરી હતી કે તેમણે ઉપરોક્ત હોદ્દા ઉપરથી રાજીનામુ આપી દીધું છે.

તેમણે ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન સાથ આપનારા સહુનો આભાર માન્યો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:26 pm IST)
  • દિલ્હીના 72 ટકાથી વધુ લોકો ખાનગીને બદલે સરકારી ડિસ્પેન્સરીમાં કરાવે છે સારવાર : રાજધાની દિલ્હીની કુલ વસ્તીના 72.87 ટકા લોકો સરકારી હોસ્પિટલો અને ડિસ્પેંસરીઓમાં પોતાની સારવાર કરાવતા હોવાની જાણકારી દિલ્હી સરકારના સામાજિક આર્થિક સર્વેના બીજા ભાગના અહેવાલમાં સામે આવી: સરકાર તરફથી નવેમ્બર 2018થી નવેમ્બર 2019 વચ્ચે આ સર્વે કરાવવામાં આવ્યો હતો. access_time 12:54 am IST

  • જીવતા નહીં તો મરીને પણ સરકાર વાત સાંભળશે, આંદોલનમાં સામેલ વધુ એક ખેડૂતનો ઝેર પીને આપઘાત access_time 4:14 pm IST

  • અર્નવ ગોસ્વામીએ રાહુલ ગાંધીને ટેલીવીઝન ઉપર ૧૨૧ લાઈવ ડીબેટ માટે ચેલેન્જ કરી રાહુલ ગાંધીએ તેના ઉપર કરેલા આક્ષેપો સાબિત કરી આપે નહિં તો અદાલતમાં તેના અને કોગ્રેસ પક્ષ વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરશે access_time 5:35 pm IST