Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

અમેરિકામાં દરરોજ સરેરાશ 3 મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બની રહી છે : નેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર વિમેનનો સર્વે : 13 જાન્યુઆરીના રોજ 14 વર્ષીય પુત્રી અને 55 વર્ષીય મધર ઈન લો ની હત્યા કરી આત્મહત્યા કરી લીધી : ઇન્ડિયન અમેરીકન ભુપિન્દર સિંઘના કેસ મામલે પોલીસનું અનુમાન : ઈજાગ્રસ્ત પત્ની ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ

ન્યુયોર્ક : ન્યુયોર્કના હડસનમાં સિટીમાં લીકવીર શોપ ધરાવતા ઇન્ડિયન અમેરિકન વ્યાપારી ભુપિન્દર સિંઘએ 13 જાન્યુઆરીના રોજ રાત્રીના 8-30 કલાકે ઘરમાં પત્ની ઝગડો થતાં આવેશમાં આવી જઈ ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું હતું.જેના પરિણામે તેની 14 વર્ષીય દીકરી તથા 55 વર્ષીય મધર ઈન લો નું અવસાન થયું હતું.બાદમાં પોતે પણ બંદૂકથી આત્મહત્યા કરી લીધી હતી.

ગોળીબાર શરૂ થતા નાસવામાં સફળ થયેલી અને ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયેલી પત્ની લોહીલુહાણ હાલતમાં પાડોશીઓના ઘર ખખડાવી મદદ માટે બૂમો પડતી હતી તેવા સંજોગોમાં કોઈએ પોલીસને ફોન કરતા પોલીસે આવીને ઉજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલે પહોંચાડી હતી.જેણે પોતાના પતિનો કાયમી ત્રાસ હોવાનું જણાવ્યું હતું.જેનો ઉપરોક્ત કરુણ અંજામ આવ્યો હતો.

આ બનાવને અનુલક્ષીને નેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર વિમેનએ બહાર પડેલા સર્વે દ્વારા જણાવાયું હતું કે અમેરિકામાં દરરોજ સરેરાશ 3 મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બની રહી છે.ઉપરાંત ગન વાયોલન્સના વધી રહેલા પ્રમાણને  ધ્યાને લઇ તેના ઉપર પ્રતિબંધ મુકવાની પણ માંગણી કરાઈ છે.તેવું આઈ.ડબલ્યુ.દ્વારા જાણવા મળે છે.

(7:52 pm IST)