Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

‘‘લીડીંગ ઓન ઓપોર્ચ્‍યુનીટી'': આર્થિક રીતે પછાત પરિવારોના બાળકોને શિક્ષિત કરી પગભર કરવા કાર્યરત યુ.એસ.ના નોર્થકેરોલિનામાં આવેલી નોનપ્રોફિટ સંસ્‍થાઃ ભારતના કાનપુરમાં આવેલા અનાથાશ્રમમાંથી દત્તક લેવાયેલા તથા અમેરિકામાં કોમ્‍યુનીટી એડવોકેટ તરીકે કાર્યરત ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી સ્‍ટેફની ક્રિપા કુપર લીવર સંસ્‍થાના CEO તરીકે નિમાયા

કેરોલિનાઃ આર્થિક રીતે ગરીબ પરિવારોમાંથી આવતા બાળકોને પ્રાથમિક શિક્ષણથી લઇ કોલેજ સુધીનું શિક્ષણ અપાવી તેમના પરિવારના તારણહાર બનાવી સમાજમાં મોભા ભર્યુ સ્‍થાન અપાવવા નોર્થ કેરોલિનામાં મેકલનબર્ગ કાઉન્‍ટીમાં ચલાવાતા ‘‘લીડીંગ ઓન ઓપોર્ચ્‍યુનીટી'' પ્રોજેકટના નવનિયુક્‍ત CEO તરીકે સુશ્રી સ્‍ટેફની ક્રિપા કુપર લીવરની નિમણુંક થઇ છે.

ભારતના કાનપુરમાં આવેલા ‘‘સિસ્‍ટર્સ ઓફ ચેરીટી ઓર્ફનેજમાંથી બાળવયે દત્તક લેવાયેલા સુશ્રી કુપર લીવર બાળપણથી જ ઇમીગ્રન્‍ટ તરીકે અમેરિકામાં છે.તેઓ કોમ્‍યુનીટી એડવોકેટ છે. તેમણે ૮ વર્ષ સુધી સાઉથ કેરોલિનામાં આવેલા સિસ્‍ટર્સ ઓફ ચેરીટી ફાઉન્‍ડેશનમાં સેવાઓ આપેલી છે. તથા હાલમાં તેઓ સ્‍ટેટ ચેપ્‍ટરના ઇનિશીએટીવ એન્‍ડ પબ્‍લીક પોલીસીના વાઇસ પ્રેસિડન્‍ટ છે. તેઓ આજ ૨૦ જાન્‍યુ.થી હોદો સંભાળશે.

 

(10:03 pm IST)